Gujarati Suvichar Good Morning: અહી અમે આપની સાથે સુંદર ગુજરાતી સુવિચાર, Gujarati Suvichar શેર કર્યા છે. અહી આપવામાં આવેલા ગુજરાતી સુવિચાર આપને શુભ સવાર અને સુપ્રભાત ની શુભકામનાઓ આપવામાં મદદરૂપ બનશે.
Good Morning Suvichar Gujarati એ રોજ સવારે શેર કરવાથી જીવનમાં સકારાત્મક પરીવર્તન લાવવામાં મદદ મળે છે. અહી આપવામાં આવેલા શુભ સવાર અને સુપ્રભાત પર આપવામાં આવેલ ગુજરાતી સુવિચાર રોજ સવારે આપની ભાવનાઓ શેર કરવામાં મદદ રૂપ બનશે.
Best Gujarati Suvichar Good Morning
વધારે પડતો પ્રેમ ન હોય તો ચાલશે.. પણ સમય આવે ત્યારે.. *એવુ એક વ્યક્તિ હોવુ જરૂરી છે જે દીલથી કહે * ચિંતા ના કર હુ ..છુ ને…।। Good Morning
સર્વે ને આપણે સુખ તો ના આપી શકીએ પરંતુ, કોઈ ને દુખ આપવું કે નહીં એ આપણાં હાથ ની વાત છે.
આંસુની કિંમત ન હોય વાલા. પણ જે ખરા સમયે લૂછી જાય, તેની કિંમત જરુર હોય છે… ।। Good Morning #
આનંદ ક્યારેય બજાર માં વેચાતો મળતો નથી, એતો પરિશ્રમ થી વાવવો પડે છે અને પળે પળે લણવો પડે છે. શુભ સવાર
સફળતા ના મળે તો ચાલશે પરંતુ બીજા ને પાડી ને સફળતા ક્યારેય ના જોઈએ. શુભ સવાર
જીવન માં દરેક વ્યક્તિ ને એક વસ્તુ સરખા પ્રમાણ માં મળે છે, કારણ કે કોઈ તેની ફરિયાદ કરતું જ નથી કે તેનામાં બુદ્ધિ ઓછી છે. શુભ સવાર
પરિપક્વતા એટલે એમ નહીં કે તમે મોટી મોટી વાતો ને સમજો છો, પરંતુ સાચી પરિપક્વતા તો એને કહેવાય કે તમે નાના માં નાની વાતો ને કેટલી સમજો છો. શુભ સવાર
જીવન એક ક્રિકેટ મેચ જેવું હોય છે .. કોઈનો ફટકો તો કોઈનો કેચ. રમનારા એક હોય છે ને પાડી દેનારા અગીયાર હોય છે, તેમાંય સૌથી નજીક ગણાતો વિકેટકીપર તો મોકાની રાહ જોઈ ને જ ઉભો હોય છે. શુભ સવાર
જે કર્મ ને સમજે છે એને કોઇ ધર્મ સમજવાની જરુર નથી
શબ્દો પરથી માણસ ની પરખ કરવી એ અનુચિત છે, કારણ કે ભલે લીમડો કડવો અને ખાંડ મીઠી હોય પરંતુ વધુ લાભદાયી કોણ એ તો સમય જ બતાવશે. Good Morning
કયાંક ને કયાંક તો કર્મો ની બીક છે બાકી શાને ગંગા પર આટલી ભીડ છે
પાપ શરીર નથી કરતુ વિચારો કરે છે અને ગંગા વિચારોને નહી શરીરને ધોવે છે. શુભ પ્રભાત
TOP Gujarati Suvichar Good Morning
વિઘ્નો તો જીવન માં અનંત આવે છે.. પણ પ્રયત્ન થી જ તેનો અંત આવે છે.. કુદરત નો પણ એક જ નિયમ છે... જે પાનખર ઝીલે તેને જ વસંત આવે છે..! સુપ્રભાત Good Morning
આ દુનિયામાં "કેમ છો?" કહેનાર તો હજાર મળશે પરંતુ "કેમ ઉદાસ છો?" તેમ કહેનારા કોઈક જ મળશે.
Good Morning લોકોને મદદ કરવાની એક સારી ભાવના હૃદય માં હોવી જોઈએ.... કારણ કે... કુદરત નો એક નિયમ છે જે કુવામાંથી લોકો પાણી પીતા હોય છે એ કૂવો કયારેય સુકાતો નથી. સુપ્રભાત .
અમુક સંબંધ જ એવા હોય છે, ગમે તેટલું કરો પણ આપણાં થાય જ નહીં.
સુપ્રભાત જીવન માં "એક કપ ચા" ની સંગત સારી છે "એક કપ ટી" કરતાં "ગર્વ થી ગુજરાતી"
સંબંધોની વેલીડિટી ને લાઈફટાઈમ રાખવા આપણાં વર્તનનું બેલેન્સ તપાસતા રહેવું જરૂરી છે. શુભ સવાર
Gujarati Suvichar Good Morning on God
ભગવાન થી શું માંગુ તમારી માટે!!!! "સદા ખુશી હોય તમારી વાટે" "હસી તમારા ચહેરા પર રહે કઈક એ રીતે" "ખુશ્બુ ફૂલો નો સાથ નિભાવે જે રીતે."
ઘડિયાળ ભલે આપણાં હાથમાં ખુબજ મોંઘી હોય પરંતુ સમય તો પ્રભુ ના હાથ માં જ છે. Good Morning
મનુષ્ય ભલે ગમે એટલું કરે પરંતુ આખરે તેને પૂણ્ય કરતાં વધારે અને સમયથી વહેલા કશું પ્રાપ્ત થતું નથી. Good Morning
આપણું અશ્રુ વિનાનું રૂદન સમજી શકે એ જ આપણો અંગત !!
મસ્જિદ અને મંદિર પણ ઘણી ગજબ ની જગ્યા છે , જ્યાં ગરીબ બહાર અને આમિર અંદર ભીખ માંગતા જોવા મળે છે. Good Morning
Good Morning ભગવાન શંકર ઝેર પીને મહાદેવ બન્યા અને રાહુ અને કેતુ અમૃત પીધા પછી પણ રાક્ષસ રહ્યા. જો કાર્યો અને લક્ષ્યો યોગ્ય હોય તો શાપ પણ એક વરદાન બની જાય છે સુપ્રભાત
Good Morning અંગત વ્યક્તિઓના તકરાર માં સમાધાન થવું જોઈએ ન્યાય નહીં. ન્યાય થી એક પક્ષ રાજી તો એક નારાજ થાય છે જ્યારે સમાધાન માં બંને પક્ષ રાજી થાય છે. સુપ્રભાત
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એ કહ્યું છે કે "જે વ્યક્તિ સત્યના માર્ગ પર ચાલે છે તેના જીવનમાં મુશ્કેલી જરૂર આવશે, પરંતુ તેની નાવ ક્યારેય ડૂબતી નથી." આથી હમેશા સત્ય નો માર્ગ અપનાવવો જોઈએ. Good Morning
Suprabhat | Good Morning in Gujarati Suvichar
જીવન ની બે સૌથી મહત્વપૂર્ણ વાત ને હમેશા યાદ રાખવી 1. એક જ્યારે ગુસ્સો આવે ત્યારે નિર્ણય ના લેવો 2. ખૂબ ખુશ હોવ ત્યારે કોઇને વચન ન આપશો.
જીવન માં કોઈક ના સાથ ની પણ આવશ્યકતા હોય છે, એકલી ચાવી ખોવાઈ જલ્દી જાય છે.
ચાલાકીઑ કુટુંબ માં ના હોય અને દોસ્તી માં દગો ના હોય, બાકી વિશ્વાસ વારસા માં અને ખુમારી ખાનદાની માં જ હોય, એના ક્યાય વાવેતર ના હોય. Good Morning
જ્યાં મહેનત અને હિમ્મત હોય ત્યાં ભાગ્ય ને પણ ઝૂકવું પડે છે.
સુપ્રભાત પોતાનો સમય ના હોય ત્યારે સાંભળી લેવામાં જ મજા આવે છે કેમ કે સમય થી સારો જવાબ કોઈ નથી આપી શકતું
દરેક વાત ને પોતાના અનુભવ થી ના સમજવાની હોય ક્યારેક બીજાના અનુભવ પણ ઉપયોગ કરવો જોઈએ.
મિત્રતાનો મતલ એટલો જ છે કે જો મિત્ર સ્વાર્થી હશે તો મજબૂર બનાવશે અને મિત્ર સાચો હશે તો મજબૂત બનાવશે. Good Morning
આજે જેટલું જીવાય એટલુ જીવી લો, કેમ કે મૃત્યુ ની દાદાગીરી ઉમર સાથે વધતી જવાની છે.
વિશ્વાસ એની પર કરો જે તમારી ૩ વાતો જાણી શકે.... તમારા સ્મિત પાછળ નું દુખ.... તમારા ગુસ્સા પાછળ નો પ્રેમ.... અને તમારા મૌન રહેવા પાછળ નું કારણ
અમુક લોકો મલમ જેવા હોય છે, તેમને જોવાથી જ ઘણી પીડા અદૃશ્ય થઈ જાય છે ..! સુપ્રભાત
સુપ્રભાત દરેક બદલો લડાઈ થી નથી લેવાતો, ક્યારેક તેના થી વધારે સફળ અને યોગ્ય થવું એ સૌથી મોટો બદલો હોય શકે છે. Good Morning
સાચો સંબંધ એ છે જ્યાં "એક નાનકડી અમથી મુસ્કાન કે માફી થી પણ જીવન પેલા જેવુ થયી જાય"
Good Morning Suvichar in Gujarati
ઘણી વાર જીવન માં એવા લોકો પણ આપણ ને નડતાં હોય છે જેઓ ની સફળતા માં ક્યાક આપનો પણ હાથ હોય છે. Good Morning
Good Morning જે આપણે ને સુધારી શકે તે આપનો સગો, જે આપણ ને બગાડે તે બહાર નો, અને જે આપણ ને જેવા છીએ તેવાજ સ્વીકારે તે આપણો સુપ્રભાત
Good Morning મનુષ્ય એ અમર થવું હોય તો સારા કર્મો કરવા પડે, હમેશા યુવાન રહેવું હોય તો હમેશા ઉત્સાહી રહેવું પડે, પ્રફુલ્લિત થવું હોય તો પ્રાર્થના કરવી પડે, અને ચિરંજીવી બનવું હોય તો પરોપકારી થવું પડે. સુપ્રભાત
આશા છોડીદો.... નિરાશા આપો-આપ છૂટી જશે....
તકલીફ તો દરેક ના જીવન માં આવતી જ હોય છે કોઈક તેને સબક તરીકે તો કોઈક નવી શરૂઆત તરીકે જુએ છે.
જે વ્યક્તિ જતું કરી શકે છે તે લગભગ બધુ કરી શકે છે.
Other Gujarati Suvichar for Good Morning
જીવન માં સાહસ અને મહેનત વગર ક્યારેય સફળતા નથી મળતી, દરિયા કિનારે સ્થિત જહાજ હમેશા સલામત રહે છે પરંતુ તેનું સર્જન તેના માટે નથી થયું,
મન એવું રાખો જે કદી ખોટું ના લગાડે.. દિલ એવું રાખો જે કદી દુખી ના કરે.. સ્પર્શ એવો રાખો જેનાથી દર્દ ના થાય.. અને સંબંધ એવો રાખો જેનો કદી અંત ના થાય શુભ સવાર
અહી આપવામાં આવેલ ગુજરાતી સુવિચાર એ સુપ્રભાત કે શુભ સવાર ની શુભ કામનાઓ માં મદદરૂપ થશે. સવારની શુભકામનાઓ એ કેટલાય ના જીવનમાં નવું પરીવર્તન લાવી શકે છે.
અહી અમે આપની સાથે સુંદર ગુજરાતી સુવિચાર આપ્યા છે જે આપને શુભ સવાર અને સુપ્રભાત ની શુભકામનાઓ આપવામાં મદદ રૂપ બનશે. અહી અમે શુભ સવાર અને સુપ્રભાત ની શુભકામનાઓ માટે ના ફોટો(Gujarati Suvichar Good Morning with Image) પણ આપ્યા છે. અહી આપવામાં આવેલ ફોટો એ તદન નવા અને સારી રીતે ડિઝાઇન કરવામાં આવેલ છે જે આપની શુભકામનાઓ માં એક અનોખી ઝલક ઉમેરશે.
અહી આપવામાં આવેલ તમામ ફોટો કે સુવિચાર ને અન્ય લોકો સાથે શેર કરવાની પૂર્ણ મંજૂરી છે, પરંતુ કોમર્શિયલ ઉપયોગ માટે યોગ્ય ક્રેડિટ ની અપેક્ષા છે. અમને આશા છે કે અહી આપેલ લેખ આપણે મદદરૂપ થશે.
The post 100+ Gujarati Suvichar Good Morning | શુભ સવાર અને સુપ્રભાત શુભકામના appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.
from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/3jsulre
via IFTTT
0 Comments