Cryptocurrency in Gujarati: અહી ક્રિપ્ટોકરન્સી એટલે શું – What is Cryptocurrency in Gujarati? અને તેના ફાયદા તેમજ તેમાં નિવેશ કઈ રીતે કરી શકાય તેની જાણકારી આપી છે.
- Cryptocurrency in Gujarati
- What is Cryptocurrency in Gujarati – ક્રિપ્ટોકરન્સી એટલે શું
- ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency) ની શોધ કોને અને ક્યારે કરી?
- ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency) કેવી રીતે કાર્ય કરે છે?
- ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency) ના પ્રકાર – ઉદાહરણ
- ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency) કેવી રીતે ખરીદી શકાય?
- Cryptocurrency ના ફાયદા અને નુકશાન
- FAQ – Cryptocurrency in Gujarati
Cryptocurrency in Gujarati
છેલ્લા ઘણા સમય થી આપ સમાચાર કે સોશિયલ મીડિયા જેવા માધ્યમો થી Cryptocurrency વિશે સાંભળ્યુ હશે. પરંતુ શું તમને ખ્યાલ છે કે આ Cryptocurrency શું છે. જો તમે નહીં જાણતા હોય તો આ લેખ માં અમે આપની સાથે Cryptocurrency વિશે ની તમામ મહત્વપૂર્ણ જાણકારી શેર કરી છે. જેમાં અમે આપની સાથે Cryptocurrency શું છે, તેના પ્રકારો અને ઉદાહરણ, તથા તેના ફાયદા અને ગેરફાયદા શું છે તેની જાણકારી આપી છે. અહી આપવામાં આવેલ જાણકારી વિશે આપણે કોઈ પ્રશ્ન હોય તો નીચે આપેલ કમેંટ બોક્સ માં અમને પૂછી શકો છો.
What is Cryptocurrency in Gujarati – ક્રિપ્ટોકરન્સી એટલે શું
ક્રિપ્ટોકરન્સી ને સમજવા માટે પહેલા કરન્સી ને સમજવું આવશ્યક છે. દુનિયાના તમામ દેશો પાસે પોતાની કરન્સી હોય છે જેમ કે ભારત પાસે “રૂપિયો”, અમેરિકા પાસે “ડોલર”, ઇંગ્લૈંડ પાસે “પાઉન્ડ” વગેરે. આ બધી કરન્સી ને જે તે દેશ ની સરકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. જ્યારે ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency) એવા પ્રકાર ની કરન્સી છે જેને કોઈ પણ સરકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવતી નથી.
“ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency) ને એક ડિજિટલ કરન્સી ના રૂપે ઓળખી શકાય છે જે લેણદેણ ની પ્રક્રિયામાં ચુકવણી માં કામ આવે છે. સામાન્ય કરન્સી થી વિપરીત તે બઁક પર આધારિત નથી અને તેની પર કોઈ પણ સરકાર નો હસ્તક્ષેપ નથી. તે બ્લોકચેન ટેક્નોલોજી પર આધારિત Peer-to-Peer system છે. તેને એક ડિજિટલ એસેટ ના રૂપ માં પણ જોવામાં આવે છે.”
અમને આશા છે કે આપને ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency) એટલે શું એ સમજાયું હશે. છતા પણ આપણે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ નીચે આપેલ કમેંટ બોક્સ માં અમને પૂછી શકો છો.
ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency) ની શોધ કોને અને ક્યારે કરી?
પ્રથમ ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency) બીટકોઈન ની શરૂઆત 2009 માં થયી હતી. ટેક્નોલોજી ના આધાર પર આ પહેલા પણ ઘણા આ પ્રકાર ના ડિજિટલ ઓઇન પ્રકાન કોન્સૈપ્ટ આવી ચૂક્યા છે પરંતુ તેમાં સૌથી વધુ સફળતા બીટકોઈન ને મળી.
બીટકોઈન ની શરૂઆત કોને અને ક્યારે કરી એ વિશે કોઈ ચોક્કસ જાણકારી ઉપલબ્ધ નથી પરંતુ એવું માનવામાં આવે છે કે તેની શરૂઆત “Satoshi Nakamoto” નામના વ્યક્તિ એ સૌ પ્રથમ કરી હતી.
ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency) કેવી રીતે કાર્ય કરે છે?
લગભાગ બધીજ ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency) બ્લોકચેન ટેક્નોલોજી પર કાર્ય કરતી હોય છે. ક્રિપ્ટોકરન્સી ને સમજવા માટે બ્લોકચેન વિશે ની જાણકારી હોવી ખુબજ જરૂરી છે. જો તમે બ્લોક ચેન વિશે જાણવા માંગતા હોય તો અહી નીચે આપેલ અમારા લેખ ને વાંચો જે આપને બ્લોક ચેન ટેક્નોલોજી શું છે તેની વિસ્તાર થી ગુજરાતી માં જાણકારી આપશે.
ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency) ને એક પ્રકાર ની ફાઇલ ના રૂપ માં સમજી શકાય છે જે એક ડિજિટલ વોલેટ થી બીજા ડિજિટલ વોલેટ માં લેણદેણ પ્રક્રિયા ના ભાગ રૂપે ટ્રાન્સફર કરી શકાય છે. આ કરવા માટે સૌથી શક્તિશાળી અને સુરક્ષિત બ્લોકચેન ટેક્નોલોજી નો ઉપયોગ કરવામાં આવે છે.
ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency) ના પ્રકાર – ઉદાહરણ
અત્યારે લગભગ 5000 થી પણ વધારે ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency) ઉપલબ્ધ છે. દિવસે ને દિવસે તેમાં વધારો પણ જોવા મળી રહ્યો છે. અહી નીચે અમે આપની સાથે કેટલીક ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency) ના ઉદાહરણ આપ્યા છે. જે ખુબજ પ્રચલિત અને મોટા માર્કેટ કૅપિટલ વાળી છે.
ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency) | માર્કેટકેપ |
---|---|
બીટકોઈન(BTC) | $826 બિલીયન |
ઇથેરિયમ(ETH) | $390 બિલીયન |
બિનાન્સ કોઈન(BNB) | $79.5 બિલીયન |
Cardano (ADA) | $66.3 બિલીયન |
ડોજકોઈન (DOGE) | $63.4 બિલીયન |
ટેથર (USDT) | $58.2 બિલીયન |
XRP (XRP) | $51.8 બિલીયન |
Polkadot (DOT) | $30.5 બિલીયન |
ઇન્ટરનેટ કમ્પ્યુટર (ICP) | $25.6 બિલીયન |
બીટકોઈન કેશ (BCH) | $20.1 બિલીયન |
ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency) કેવી રીતે ખરીદી શકાય?
કોઈ પણ ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency) ને આસાની થી કોઈ શેર ખરીદતા હોય તેજ રીતે ખરીદી શકાય છે. પરંતુ તેના માટે ના પ્લૅટફૉર્મ અલગ છે. ક્રિપ્ટોકરન્સી ને ખરીદવા માટે ઘણા બધા ખુબજ પ્રચલિત પ્લેટફોર્મ છે જેવા કે Coinbase, Voyager, BlockFi, Uphold CoinDCX, WazirX, Unocoin, CoinSwitch Kuber, ZebPay, Bitbns, વગેરે.
ઘણી વખત એક પ્લેટફોર્મ ની સુવિધા સારી હોય પરંતુ તેના UI ના કારણે વાપરવા માં તકલીફ પડતી હોય શકે છે. આ બધા માં Wazirx એવું પ્લેટફોર્મ છે જે તમામ રીતે ખુબજ સરળ અને સુરક્ષિત છે, જો આપ Cryptocurrency માં નિવેશ કરવા માંગતા હોય તો તેનો ઉપયોગ કરી શકો છો.
Cryptocurrency ના ફાયદા અને નુકશાન
કોઈ પણ વસ્તુ માં ફાયદો અને નુકશાન એ કોઈ ગુજરાતી વ્યક્તિ થી વધારે કોણ સમજી શકે!!! અહી અમે આપની સાથે Cryptocurrency ના ફાયદા અને નુકશાન વિશે ની જાણકારી આપની સાથે શેર કરી છે. કોઈ પણ નિવેશ કરવા માટે જરૂરી રિસર્ચ કરવું આવશ્યક છે. આથી જો આપ પણ Cryptocurrency માં નિવેશ કરવા માંગતા હોય તો નીચે આપેલ ફાયદા અને નુકશાન ને અવશ્ય વાંચજો.
Cryptocurrency ના ફાયદા
- તે બ્લોકચેન ટેક્નોલોજી પર આધારિત હોવાથી સુરક્ષિત છે અને ફ્રોડ થવાની સંભાવના ઓછી કરી નાખે છે.
- તે ડિજિટલ વ્યવહાર માં સરળતા પ્રદાન કરે છે.
- તે આપના વ્યવહાર ને ખાનગી રાખવામા પણ મદદરૂપ બને છે.
- તેનો ઉપયોગ દીવસ માં ક્યારેય પણ કરી શકાય છે.
Cryptocurrency ના નુકશાન
- તેના પર કોઈ સરકાર કે સંસ્થા નું નિયંત્રણ ના હોવાથી તેમાં વોલાટિલિટી વધારે જોવા મળે છે.
- સામાન્ય લોકો ને સમજવા માં તકલીફ પડી શકે છે.
- વધારે વોલટિલિટી હોવાથી લાંબા સમય માં નિવેશ કરવું જોખમી બની શકે છે.
FAQ – Cryptocurrency in Gujarati
ક્રિપ્ટોકરન્સી ને બ્લોકચેન ટેક્નોલોજી પર બનાવવામાં આવે છે. બ્લોકચેન ટેક્નોલોજી એ ખુબજ શક્તિશાળી અને સુરક્ષિત છે. તેમાં દરેક માહિતી ને એક જટિલ રીતે બોક્સ માં સંગ્રહિત કરવામાં આવે છે અને તેને વિવિધ બોક્સ સાથે ઇન્ટરલિન્ક કરવામાં આવે છે આથી તેમાં ચેડાં કરવા ખુબજ અશક્ય બને છે. આમ ક્રિપ્ટોકરન્સી એ ટેક્નોલોજી ની બાબત માં ખુબજ સુરક્ષિત માનવામાં આવે છે.
ક્રિપ્ટોકરન્સી ની લોકપ્રિયતા ના પાછળ ઘણા બધા કારણો છે પરંતુ સૌથી મોટું કારણ હોય તો તે બીટકોઈન અને તેને જેવા કેટલાક અન્ય કોઈન માં થયેલો ભાવવધારો. જે લોકો એ શરૂઆત માં તેમાં નિવેશ કર્યું હતું તેને આજે ઘણા બધા રૂપિયા રિટર્ન તરીકે મળ્યા છે. આ સિવાય તે એક એવિ ટેક્નોલોજી પર આધારિત છે જે સુરક્ષિત અને આવનારું ભવિષ્ય છે આથી ક્રિપ્ટોકરન્સી ખુબજ લોકપ્રિય છે.
અહી અમે આપની સાથે ક્રિપ્ટોકરન્સી(What is Cryptocurrency in Gujarati) વિશે લગભગ તમામ મહત્વપૂર્ણ જાણકારી આપી છે. અહી આપવામાં આવેલ જાણકારી કે Cryptocurrency in Gujarati વિશે અન્ય કોઈ પણ પ્રશ્ન હોય તો આપ નીચે આપેલ કમેંટ બોક્સ માં પૂછી શકો છો. Hindi માં વાંચવા માટે અહી ક્લિક કરો
The post What is Cryptocurrency in Gujarati | ક્રિપ્ટોકરન્સી એટલે શું અને તેમાં કેવીરીતે નિવેશ કરી શકાય? appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.
from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/PwzrF0C
via IFTTT
0 Comments