અવંતી નામનું એક ગામ હતું જેમાં વર્ધમાન નામનો એક મોટો સેઠ રહેતો હતો, પોતે વાણિયો હતો આથી પોતાની ચાલાકી પરંતુ ધર્મ અને નીતિ થી તે ઘણા રૂપિયા કમાયો હતો. પરંતુ સંતોષ ના હોવાના કારણે તેનામા વધુ પૈસા કમાવવા ની ઈચ્છા જાગી. કુલ છ રીતે ધન કમાવી શકાય છે: ભિક્ષા, રાજસેવા, ખેતી, શિક્ષા, વ્યાજ અને વ્યાપાર
આ બધા માં વ્યાપાર એ ધન કમાવવા માટે સૌથી ઉત્તમ રસ્તો હતો. વ્યાપાર માં પણ વધુ ધન કમાવવા માટે બહારથી કીમતી વસ્તુ ને પોતાના પ્રદેશ માં લાવી વેચવો એ વધુ નફાકારક વ્યાપાર હતો. વર્ધમાન આવી રીતે વ્યાપાર કરવાની ઇચ્છા થી એક દિવસ પરદેશ જવા માટે નીકળ્યો.
પરદેશ જવા માટે તેને એક સુંદર રથ તૈયાર કરાવ્યો અને બે સુંદર બળદ સંજીવક અને નંદક ને સાથે લીધા.
મથુરા જવાના રસ્તા પર સંજીવક નામનો બળદ નદીના તત પર ના કાદવ માં ફસાઈ ગયો. બળદ = દ્વારા બચવા માટે ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા જેમાં તેને થોડી ઇઝાઓ થઈ. વર્ધમાન ને આ જોઈ ઘણું દુખ થયું પરંતુ તે ત્યાં વધુ રોકાઈ શકે તેમ નહોતો આથી એક રક્ષક ને અન્ય જીવ થી બચાવવા માટે છોડી તે આગળ વધી ગયો.
રક્ષક ને પણ વન માં રહેતા પ્રાણીઓ ની બીક લાગી આથી તે પણ બળદ ને છોડી વર્ધમાનપાસે ચાલ્યો ગયો અને બળદ મરી ગયો એવ ખોટા સમાચાર વર્ધમાન ને દીધા. વર્ધમાન ને એ જાની ખુબજ દુખ થયું.
સંજીવક ના પ્રયત્ન સફળ થયા અને તે કાદવ માથી બહાર આવ્યો . ત્યાની શુદ્ધ હવા માં તેને પૂરતું ભોજન અને પાણી મળી રહેતું હતું, આથી સંજીવક પાછો સુંદર અને શક્તિશાલી બન્યો.
એક દિવસ “પીંગળક” નામનો સિંહ નદી કિનારે પાણી પીવા માટે આવ્યો. વાઘે દૂર થી જ સંજીવકનો ગંભીર અને ભયાવહ અવાજ સાંભળ્યો. અવાજ થી પીંગળક ઝાડીઓ માં સંતાઈ ગયો.
પીંગળક ની પાછળ હમેશા બે શિયાળ “દમનક” અને “કરકટ” રહેતા હતા જે પીંગળક દ્વારા કરવામાં આવેલ શિકાર માઠી વધેલું ઘટેલું ખાતા અને પોતાનું પેટ ભરતા હતા. તેમણે પીંગળક ને આવી રીતે ભય થી સંતાઈ જતો જોઈ આશ્ચર્ય થયું!!!
દમનકે પુછ્યું”આપનો માલિક આ જંગલ નો રાજા છે. અને આવી રીતે ભય થી સંતાઈ જાય, આવું કેમ???”
કરકટે જવાબ આપ્યો”કારણ ભલે જે પણ હોય, બીજાના કામમાં હસ્તક્ષેપ કરવો ઠીક નથી, જે એમ કરે છે તેની હાલત પણ પેલા તડપી તડપી ને મરતા વાંદરા જેવી થાય છે. જેને બીજાના કામ માં હસ્તક્ષેપ કર્યો હતો. “
દમનક: “વાંદરો એ કોણ??”
કરકટ “સાંભળ એમ કહી “વાંદરો અને લાકડાનો ટુકડો” નામની વાર્તા સંભળાવી.”
વાંદરો અને લાકડાનો ટુકડો પંચતંત્ર ની વાર્તા વાંચવા માટે અહી ક્લિક કરો.
The post Panchatantra Story : પ્રારંભ કથા – મિત્રભેદ appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.
from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/2Ty0Wl5
via IFTTT
0 Comments