Computer in Gujarati: શું તમે જાણો છો કે કમ્પ્યુટર એટલે શું – Computer in Gujarati. અહી અમે કમ્પ્યુટર વિશે ની તમામ જાણકારી આપી છે.
- Computer in Gujarati
- What is Computer in Gujarati? – કમ્પ્યુટર એટલે શું?
- કમ્પ્યુટર ની કાર્યપ્રણાલી શું છે?
- કમ્પ્યુટર નો ઇતિહાસ શું છે? – History of Computer in Gujarati
- કમ્પ્યુટર ના ભાગો ના નામ – Parts Name of Computer in Gujarati
- કમ્પ્યુટર માં આવેલ હાર્ડવેર અને સોફ્ટવેર અને ફર્મવેર શું છે?
- કોમ્પુટર ના પ્રકારો – Types of Computer in Gujarati
- કમ્પ્યુટર ના ફાયદા – Benefits of Computer in Gujarati
- કમ્પ્યુટર થી થતું નુકશાન
Computer in Gujarati
આજ ના આ આધુનિક અને ટેક્નોલોજી ના સમય માં ભાગ્યેજ એવું કોઈ વ્યક્તિ હશે જે કમ્પ્યુટર શબ્દ થી પરિચિત ન હોય. શું તમે પણ એમાં તો નથી ને!!!!
અહી અમે આપની સાથે કમ્પ્યુટર વિશે ની કેટલીક મહત્વપૂર્ણ જાણકારી શેર કરી છે. જેમ કે કમ્પ્યુટર એટલે શું?, કમ્પ્યુટર ની કાર્યપ્રણાલી શું છે?, કમ્પ્યુટર નો ઇતિહાસ શું છે?, કમ્પ્યુટર ની પેઢીઓ ની જાણકારી, કમ્પ્યુટર ની શોધ કોણે કરી હતી, કમ્પ્યુટર ના ભાગો ના નામ ક્યાં છે?, કમ્પ્યુટર ના પ્રકાર કયા કયા છે?, કમ્પ્યુટર નો ઉપયોગ અને ફાયદાઓ, કમ્પ્યુટર થી થતું નુકશાન, વગેરે …
જો આપ પણ કમ્પ્યુટર વિશે આ તમામ માહિતી જાણવા માંગતા હોય તો અહી આપેલ લેખ પૂરો વાંચો.
What is Computer in Gujarati? – કમ્પ્યુટર એટલે શું?
કમ્પ્યુટર(Computer) જે ને ગુજરાતી માં “સંગણકયંત્ર” કે “સંગ્રણક” તરીકે ઓળખવામાં આવે છે.
કમ્પ્યુટર એ એક પ્રકાર નું મશીન છે જે માહિતી ની ગણના, તેનો સંગ્રહ અને તેના ઉપર આપવામાં આવતા કમાંડ આધારિત તે કાર્ય કરે છે. તે એક બહુલક્ષી યંત્ર છે, જે જુદા જુદા ક્ષેત્ર ની અનેક પ્રકાર ની સમસ્યા ને ઉકેલવામાં મદદરૂપ બને છે. કમ્પ્યુટર નું મુખ્ય કાર્ય તેમાં આપવામાં આવેલ ડેટા(Input) પર કાર્ય કરી(Processing) અને જરૂરી અને સચોટ પરિણામ(Output) આપવાનું છે.
કમ્પ્યુટર ની કાર્યપ્રણાલી શું છે?
જે રીતે એક કેલ્ક્યુલેટર કાર્ય કરે છે તે જ રીતે કમ્પ્યુટર પણ કાર્ય કરે છે પરંતુ કમ્પ્યુટર માત્ર ગણતરી જ નથી કરતું, તે તેના સિવાય અન્ય ઘણા બધા કાર્ય કરે છે જેમ કે માહિતી નો સંગ્રહ કરવો, માહિતી ની એક બીજા ને આપ લે કરવી, માહિતી પર પ્રોસેસિંગ કરી યોગ્ય પરિણામ આપવું.
કમ્પ્યુટર ને આ તમામ કાર્ય કરવા માટે એક “અલ્ગોરિધમ” હોય છે. આ અળગો રિધમ માં તેને તમામ આપવામાં આવતી માહિતી પર કઈ રીતે કાર્ય કરવાનું છે તેની પહેલે તીજ જાણકારી આપવામાં આવી હોય છે. જ્યારે પણ Input આપવામાં આવે ત્યારે અલ્ગોરિધમ પ્રમાણે તે કારી કરે છે અને જરૂરી આઉટપુટ આપે છે.
કમ્પ્યુટર નો ઇતિહાસ શું છે? – History of Computer in Gujarati
કમ્પ્યુટર(Computer) એ લૅટિન ભાષા ના મૂળ શબ્દ “computare” પરથી ઉતરી આવ્યો છે. લૅટિન માં તેનો અર્થ ગણતરી કરવું એવો થાય છે.
1822 માં ચાર્લ્સ બેબેજ એ “ડિફરન્સ એંજિન” નામના એક મોડેલ ની ડિઝાઇન બનાવી, આ શોધ કોઈ પણ હસ્તક્ષેપ વગર ગણતરી કરવા માટે સક્ષમ હતી. ત્યાર બાદ 1833 માં ચાર્લ્સ બેબેજ એ “એનાલિટીક એંજિન” ની રચના કરી. આજ ના તદ્દન આધુનિક ટેક્નોલોજી નો પાયો આ “એનાલિટીક એંજિન” વડે નખાયો હતો.
1940 માં સમયગાળામાં જોન વાન ન્યૂમાને સૂચનાઓ ને ભાષાના સંકેત માં લખવાની રીત શોધી. ત્યાર બાદ 1946 માં જે. પ્રેસ્પર એર્ક્ટ અને જોન ડબલ્યુ મોચલી એ પેન્સિલવેનિયા માં વિશાળ કદ ના “ENIAC” નામના મશીન ની રચના કરી. આ વિશાળ મશીન વૅક્યુમ ટ્યુબ થી બનાવવામાં આવ્યું હતું. જેથી તે ખુબજ વિશાળ જગ્યા રોકતું અને ચલાવવા માટે ખુબજ મોટા પ્રમાણ માં ઉર્જા ની જરૂરત પડતી હતી. તેમાં મેમરી ના હોવાથી સૂચનાઓ ને સ્વિચ મારફતે તેમાં દાખલ કરવામાં આવતી હતી.
કમ્પ્યુટર ના ઇતિહાસ ને તેના હાર્ડવેર માં થયેલા ફેરફાર ના આધારે નીચે પ્રમાણે વિભાજન કરી શકાય છે.
પ્રથમ પેઢીના કમ્પ્યુટર (1944 – 1955)
પ્રથમ પેઢી ના કમ્પ્યુટર ની શરૂઆત ENIAC થી થયી હતી. ત્યાર બાદ 1951 માં મોચલી અને એર્ક્ટ દ્વારા “IBM UNIVAC 1” બનાવવામાં આવ્યું. આ કમ્પ્યુટર ધંધાકીય ડેટા પ્રોસેસિંગ માટે સક્ષમ હતું. પ્રથમ પેઢી ના કમ્પ્યુટર માં વેક્યૂમ ટ્યુબ અને નિર્વાત કાલિક નળી નો ઉપયોગ થતો હતો. તેમના કદ મોટા, મોટી માત્રા માં ઉર્જા નો વપરાશ, અને આઉટપુટ ખુબજ ધીમા હતા. આયુષ્ય ખુબજ ટૂંકા હતા.
બીજી પેઢીના કમ્પ્યુટર (1955 – 1965)
પ્રથમ પેઢી ના કમ્પ્યુટર માં નિર્વાત કાલિકા ના કારણે ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થતી હતી, આથી બીજી પેઢી ના કમ્પ્યુટર માં ટ્રાન્ઝિસ્ટર નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રાન્ઝિસ્ટર એ કદ માં નાના હતા આથી કમ્પ્યુટર નું કદ પણ ઘટ્યું અને ગરમી ની સમસ્યા થી પણ છુટકારો મળ્યો. કામ કરાવાની ઝડપ વધી, અને કમ્પ્યુટર ની સંગ્રહ શક્તિ માં પણ સુધારો થયો. યાંત્રિક ભાષા માં કામ કરવા ને બદલે “ALGOL” અને “FORTRAN” જેવી ભાષા માં કામ થયી શકતું હતું.
ત્રીજી પેઢીના કમ્પ્યુટર (1965 – 1980)
ત્રીજી પેઢી ના કમ્પ્યુટર ના ટ્રાન્ઝિસ્ટર ના સ્થાને “ઇંટિગ્રટેડ સર્કિટ(ICs)” નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સર્કિટ સિલિકોન ની ચિપ પર બેસાડવામાં આવતી. સિલિકોન ની ચિપ 1/8 ઇંચ કરતાં પણ ઓછી જગ્યા રોકતી અને તેના પર ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, કેપેસીટર જેવ ઇલેક્ટ્રોનીક ઘટકો ને લગાડવામાં આવતા હતા.
આ પેઢી ના કમ્પ્યુટર કદ માં નાના, કાર્ય માં ઝડપી, અને ઈનપુટ અને આઉટપુટ માં સુગમ બન્યા. થોડા જ સમય માં આ કમ્પ્યુટર એ મિનિ કમ્પ્યુટર તરીકે પ્રચલિત બન્યા.
ચોથી પેઢીના કમ્પ્યુટર (1980 – 1989)
આ પેઢી ના કમ્પ્યુટર માં ખુબજ મોટા પ્રમાણ માં આઇસી(IC) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આથી તેમને “VLSI” કમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવ્યા. આ કમ્પ્યુટર આગળ ની તમામ પેઢી કરતાં વધારે યુઝર ફ્રેન્ડલી હતા. આ કમ્પ્યુટર એ અંગત કાર્યો માટે વધારે વાપરવામાં આવતા હોવાથી તે ને PC(Personal Computer) તરીકે ઓળખાયા હતા.
થોડીક ક્ષણો માં જ વિપુલ પ્રમાણ માં ગણતરી કરવા માં સક્ષમ આ કમ્પ્યુટરનો શેર વિશ્લેષણ, હવામાન આગાહી જેવા જટિલ કાર્યો માં ઉપયોગ થવા માં આવ્યો. કમ્પ્યુટર નેટવર્ક નો પણ વિસ્તાર આજ સમયગાળા માં થયો. IBM PC અને Apple 2 એ આ પેઢી ના કમ્પ્યુટર છે.
પાંચમી પેઢીના કમ્પ્યુટર (1989 થી આજ સુધી)
ઝડપી પ્રક્રિયા, ઉપયોગ કર્તા સાથે ના મૈત્રી પૂર્ણ વ્યવહાર, અને કમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાણ ના કારણે આ પેઢી ના કમ્પ્યુટર વધારે બુદ્ધિમાન બન્યા. આ પેઢી ના કમ્પ્યુટર માં ઓપ્ટિકલ સોફ્ટવેર ટેક્નોલોજી અને કૂતરીમ બુદ્ધિમતા નો સમાવેશ થાય છે. IBM Notebook અને PARAM 10000 એ પાંચમી પેઢી ના કમ્પ્યુટર છે.
કમ્પ્યુટર ના ભાગો ના નામ – Parts Name of Computer in Gujarati
ઘણા બધા પાર્ટસ ને મળી ને બનેલું હોય છે. અહી અમે આપની સાથે કમ્પ્યુટર ના તમામ ભાગો વિશે જાણકારી આપની સાથે શેર કરી છે. અહી આપવામાં આવેલ તમામ ભાગો એ કમ્પ્યુટર ના મહત્વપૂર્ણ ભાગો છે.
- મધરબોર્ડ
- CPU
- RAM
- હાર્ડડ્રાઇવ
- Power સપ્લાય યુનિટ
- કીબોર્ડ
- માઉસ
- મોનીટર
મધરબોર્ડ
કોઈ પણ કમ્પ્યુટર ની આ મુખ્ય સર્કિટ હોય છે. મધરબોર્ડ એ કમ્પ્યુટર ના તમામ મહત્વપૂર્ણ ભાગો જેવા કે CPU, Monitor, Drive વગેરે ની સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલ હોય છે.
CPU
તેનું પૂર્ણ નામ “સેંટ્રલ પ્રોસેસિંગ યુનિટ” છે. તે મધરબોર્ડ સાથે જોડાયેલ હોય છે. તેને કમ્પ્યુટર ના મગજ તરીકે ઓળખવામાં આવે છે. તે input કરવામાં આવેલ ડેટા પર પ્રક્રિયા કરે છે અને જરૂરી આઉટપુટ ડેટા બહાર આપે છે . CPU જેટલું ઉચ્ચ ગુણવત્તા નું હશે તેમ જ તેની કારી કરવાની ઝડપ વધારે બનશે.
RAM
તેનું પૂર્ણ નામ “Random Access Memory” છે. તે Short Term મેમોરી છે. પ્રોસેસિંગ દરમિયાન ડેટા અને રિજલ્ટ ને પોતાના માં સેવ કરે છે આથી પ્રક્રિયા ને ઝડપી બનાવી શકાય છે. અહી સેવ થયેલ ડેટા, પ્રોસેસિંગ બંધ થયા બાદ કે કમ્પ્યુટર ને બંધ કર્યા બાદ નષ્ટ થયી જાય છે અને RAM ખાલી થયી જાય છે. હાર્ડ ડ્રાઇવ ના સાપેક્ષે તે ખુબજ નાની હોય છે. પરંતુ પ્રોસેસિંગ ની સ્પીડ માં તે ખુબજ મદદરૂપ બને છે.
હાર્ડડ્રાઇવ
અહી કમ્પ્યુટર ની તમામ મહત્વપૂર્ણ ફાઇલ, સોફ્ટવેર, ડોકયુમેંટ વગેરે ને સેવ કરવામાં આવે છે. અહી સેવ કરવામાં આવેલ માહિતી એ લાંબો સમય સુધી સાચવી શકાય છે.
Power Supply Unit
પાવર સપ્લાય યુનિટ નું કામ મુખ્ય પાવર સપ્લાય થી પાવર લઈ અન્ય નાના નાના ભાગો જેને પાવર ની જરૂરિયાત છે તેઓ ને પહોચડવાનું કાર્ય છે.
કીબોર્ડ
આ એક ઈનપુટ ડિવાઇસ છે. કમ્પ્યુટર માં માહિતી કે ડેટા ને નાખવામાં સૌથી મહત્વપૂર્ણ પાર્ટસ છે. અહી થી લેખિત સ્વરૂપ માં ડેટા ને ઉમેરવા માં આવે છે. આ સિવાય કીબોર્ડ ના અન્ય ઘણા બધા શોર્ટકોડ હોય છે જે કામ ને ઝડપી બનાવવા માં ખુબજ ઉપયોગી બને છે.
Mouse
આ પણ અર્ક ઈનપુટ ડિવાઇસ છે જે ડેટા ને ઉમેરવા માં ખુબજ ઉપયોગી બને છે. માઉસ પર બે બટન અને એક રોલર હોય છે. અહી આપવામાં આવેલ બટન થી માહિતી ને ડ્રૈગ એંડ ડ્રોપ કરી શકાય છે. આ સિવાય પણ માઉસ ની ઘણી બધી એપ્લિકેશન છે.
મોનીટર
એ એક સ્ક્રીન છે જ્યાં ઈન્પુટ કરવામાં આવેલ ડેટા પર CPU દ્વારા પ્રોસેસિંગ થયા બાધ જે પણ રિજલ્ટ કે આઉટપુટ આવે તે દેખાય છે. આથી મોનીટર એ એક આઉટપુટ ડિવાઇસ છે.
કમ્પ્યુટર માં આવેલ હાર્ડવેર અને સોફ્ટવેર અને ફર્મવેર શું છે?
કમ્પ્યુટર ના વિવિધ ભાગો વિશે જાણકારી મેળવ્યા બાદ હવે આપણે તેના હાર્ડવેર અને સોફ્ટવેર અને ફર્મવેર વિશે થોડું જાણીએ.
સોફ્ટવેર:
તે કમ્પ્યુટર નો એક એવો હિસ્સો છે જેને sparsh કરી શકાતું નથી પરંતુ તે ખુબજ મહત્વપૂર્ણ છે. કમ્પ્યુટર ને કાર્ય કરવા માટે ક્રમિક શ્રેણીઓ માં સૂચનાઓ ની જરૂર હોય છે. આ સૂચનાઓ ની ક્રમિક શ્રેણી ને પ્રોગ્રામ કે અલ્ગોરિધમ કહેવાય છે. આ અલ્ગોરિધમ દમુજબ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે જે લૉજિક(તર્ક) તૈયાર કરવામાં આવેલ હોય છે તેને સોફ્ટવેર કહેવામા આવે છે.
હાર્ડવેર:
તે સોફ્ટવેર કરતાં અલગ, કીબોર્ડ, માઉસ, CPU, અને અન્ય એકમ જે સ્પર્શી શકાય કે જોઈ શકાય તેવા પરિધિય એકમો ને હાર્ડવેર કહેવાય છે. તે કમ્પ્યુટર ના તમામ ભૌતિક ભાગો માટે વાપરવામાં આવતો એક વ્યાપક શબ્દ છે.
ફર્મવેર:
ઘણી વખત સોફ્ટવેર અને હાર્ડવેર બંને સાંકલિત સ્વરૂપ માં જોવા મળે છે. આ પ્રકાર ના સોફ્ટવેર અને હાર્ડવેર સાથે ના યુગ્મિત ને ફર્મવેર કહેવાય છે. જેમ કે વોશિંગ મશીન, ડિજિટલ કૅમેરા વગેરે…
કોમ્પુટર ના પ્રકારો – Types of Computer in Gujarati
કમ્પ્યુટર ને તેના કામ ના આધારે તથા તેના કદ ના આધારે વિભાજન કરી શકાય છે. અહી અમે નીચે કમ્પ્યુટર ના પ્રકારો વિશે ની જાણકારી આપની સાથે શેર કરી છે . કમ્પ્યુટર ને નીચે પ્રમાણે વિભાજન કરી શકાય છે.
- પર્સનલ કમ્પ્યુટર
- લેપટોપ કમ્પ્યુટર
- હેન્ડહેલ્ડ કમ્પ્યુટર
- ટેબ્લેટ કમ્પ્યુટર
- વેયરબલકમ્પ્યુટર
પર્સનલ કમ્પ્યુટર (Personal Computer in Gujarati)
કમ્પ્યુટર માં આ પ્રકાર ના કમ્પ્યુટર સૌથી પ્રચલિત છે. તેનો ઉપયોગ સામાન્ય ધંધાકીય રોજીંદી ક્રિયાઓ માં થાય છે. આ કમ્પ્યુટર માં મોનિટર, કીબોર્ડ, અને માઉસ નો સમાવેશ થાય છે.
લેપટોપ કમ્પ્યુટર
તે વજન માં ઘણા હળવા, અને સહેલાઈ થી એક જગ્યાએ થી બીજી જગ્યાએ ગમે ત્યાં ફેરવી શકાય તેવા હોય છે. તે નાના કદ ના કારણે નોટબૂક કમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બેટરી પર કાર્ય કરતાં હોવાથી એક વખત ચાર્જ કર્યા બાદ લાંબો સમય સુધી ચાલે છે. તેમાં માઉસ ની જગ્યાએ કીબોર્ડ પારે ટચ પેડ આપવામાં આવેલ હોય છે. નાના કદ નું CPU કમ્પ્યુટર ની અંદર જ ફિટ કરવામાં આવેલ હોય છે. લેપટોપ ની પાતળી આવ્રુતિ ને અલ્ટ્રાબૂક તરીકે પણ ઓળખવામાં આવે છે.
હેન્ડહેલ્ડ કમ્પ્યુટર
હેન્ડહેલ્ડ કમ્પ્યુટર એ હાથ માં રહી શકાય તેવા પર્સનલ ડિજિટલ અસિસ્ટેંટ તરીકે પણ ઓળખાય છે. તેઓ લેપટોપ ની સરખામણી એ કદ માં નાના અને કોઈ પણ જગ્યાએ સરળતા થી લઈ જય શકાય છે. તેમની સ્ક્રીન સામન્ય રીતે ટચસ્ક્રીન હોય છે.
ટેબ્લેટ કમ્પ્યુટર
તે એક મોબાઇલ કમ્પ્યુટર છે જેને હરતા ફરતા કોઈ પણ સ્થળે થી સરળતા થી ઉપયોગ માં લઈ શકાય છે. તેની સ્ક્રીન ટચ સેંસેટિવ હોય છે અને જરૂર પડે તેમાં ડિજિટલ કીબોર્ડ પણ પોપઉપ થાય છે. તેને આંગળી જે ડિજિટલ પેન વડે વાપરી શકાય છે. તેમાં કેટલાક કમ્પ્યુટર હાઇબ્રિડ પણ આવે છે જેમાં ફિજિકલ કીબોર્ડ ને પણ જોડેલું હોય છે. તેનો ઉપયોગ કમ્પ્યુટર અને ટેબલેટ એમ બંને રીતે કરી શકાય છે.
વેયરબલ કમ્પ્યુટર
આ કમ્પ્યુટર ને શરીર પર ધારણ કરી શકાતા હોવાથી તે વજન માં હલકા અને કદ માં ઘણા નાના હોય છે. તે વિવિધ આકાર ના જેમ કે બ્રેસલેટ, ચશ્મા, વીંટી જેવા આકાર ના હોય છે. તેમનો મુખ્ય ઉદેશ્ય હલન ચલણ અને દેખરેખ માટે થાય છે.
કમ્પ્યુટર ના ફાયદા – Benefits of Computer in Gujarati
આધુનિક સમય માં કમ્પ્યુટર એ ખુબજ ઉપયોગી સાધન છે, અહી અમે આપની સાથે કમ્પ્યુટર ના કેટલાક લાભો વિશે જાણકારી આપની સાથે શેર કરી છે.
- સ્વયં સંચાલન: કમ્પ્યુટર એ કોઈ પણ કાર્ય પોતાની મેળે કરે છે. ડેટા અને સૂચનાઓ ને eક વખત કમ્પ્યુટર ની મેમરી માં સંગ્રહ કર્યા પછી કોઈ પણ વ્યક્તિ ની મધ્યસ્થી ની જરૂર રહેતી નથી. વિપુલ પ્રમાણ માં સંગ્રહિત માહિતી માથી કોઈ ચોક્કસ માહિતી શોધવા સ્વયં સંચાલન કમ્પ્યુટર સિવાય અશક્ય છે.
- ચોકસાઇ: ગૂંચવણ ભરેલી ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ કોઈ પણ ભૂલ વગર ઉચ્ચ ગુણવત્તા સાથે કરવા માટે કમ્પ્યુટર સક્ષમ છે.
- માહિતી નો સંગ્રહ:: કમ્પ્યુટર તેની સેકન્ડરી મેમરી માં વિપુલ પ્રમાણ માં માહિતી નો સંગ્રહ કરી શકે છે અને તેને લાંબા સમય સુધી સાચવી શકે છે. તેને જરૂર પડે પાછી મેળવી પણ શકાય છે જ્યાં સુધી તેને ડિલીટ કરવામાં ના આવે.
- વારંવાર પુનરાવર્તન કરવાની ક્ષમતા:: યાંત્રિક કાર્ય ને એકધારી રીતે કરવા માટે કમ્પ્યુટર સક્ષમ છે. અહી કોઈ પણ જાતની માનવ મર્યાદાઓ નથી હોતી.
- પ્રોગ્રામિંગ કરવાની ક્ષમતા:: અગાઉ થી નક્કી કરેલી સૂચનાઓ નો અમલ કરવા માટે કમ્પ્યુટર ને પ્રોગ્રામ કરી શકાય છે. એક જ વાર લખ્યા બાદ તેનો વારંવાર ઉપયોગ કરી શકાય છે. એક પછી એક એમ ક્રમ માં પ્રોગ્રામ આપવામાં આવે તો તે અનેક કાર્યો કરવામાં સક્ષમ છે.
- આ સિવાય પણ કમ્પ્યુટર એ ઘણા બધા ક્ષેત્રો માં ખુબજ ઉપયોગી બને છે જેમ કે , શિક્ષા, હેલ્થ અને મેડિસિન, સાઇન્સ, વ્યવસાય, એન્ટરર્ટેંમેંટ, સરકારી કાર્યો, રક્ષા ક્ષેત્ર, વગેરે માં
કમ્પ્યુટર થી થતું નુકશાન
કોઈ પણ વસ્તુ ના ફાયદા ની સાથે કેટલાક નુકશાન પણ હોય છે તેમ કમ્પ્યુટર ના પણ કેટલાક નુકશાન છે. જે નીચે મુજબ છે.
- વાઇરસ અને હેકિંગ : વાઇરસ ઍક પ્રકાર ના વિનાશકારી પ્રોગ્રામ છે જ્યારે હેકિંગ એ તમારી પરમીશન વગર તમારી માહિતી કે અકાઉંટ ને એક્સૈસ કરવાની ક્રિયા છે. કમ્પ્યુટર માં આ બંને વસ્તુઓ નો ભય હમેશા રહે છે.
- સાઇબર ક્રાઇમ: કમ્પ્યુટર અને ટેક્નોલોજી નો ઉપયોગ વધતાં સાઇબર ક્રાઇમ નો પણ વ્યાપ વધ્યો છે. ઓનલાઇન પૈસા ની અકાઉંટ માથી ચોરી કે માહિતી ની ચોરી એ સાઇબર ક્રાઇમ માં આવે છે.
- નૌકરી ની તક ઓછી થવી: કમ્પ્યુટર એ સ્વયં સંચાલિત થયી ને પણ કાર્ય કરી શકે છે, સાથે ઘણા બધા કાર્ય એ પ્રોગ્રામ બનાવવાથી થયી જાય છે જેમાં મનુષ્યબળ ની જરૂરિયાત ઘટતી જાય છે આમ ધીરે ધીરે તે બેકારી નું સર્જન કરે છે.
અહી અમે આપની સાથે કમ્પ્યુટર ની જાણકારી(Computer in Gujarati) આપી છે જેમાં કમ્પ્યુટર એટલે શું તેના ભાગો, પ્રકારો, તેનો ઇતિહાસ વગેરે ની જાણકારી આપની સાથે શેર કરી છે. અહી આપવામાં આવેલ જાણકારી વિશે કે કમ્પ્યુટર વિશે આપને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલ કમેંટ બોક્સ માં અમને જણાવી શકો છો.
The post Computer in Gujarati | કમ્પ્યુટર એટલે શું? appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.
from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/NgLJfVR
via IFTTT
0 Comments