હોળી-ધૂળેટી 2022(Holi Dhuleti Gujarati): અહી અમે આપની સાથે હોળી અને ધૂળેટી વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી છે જેવી કે હોળી કઈ તારીખે છે અને હોળીકા દહન માટે શુભ મુહૂર્ત કયું છે?
હોળી-ધૂળેટી 2022
ભારત તહેવારો નો દેશ છે જ્યાં દરેક તહેવારો ને ધામધૂમ અને હર્ષોઉલ્લાસ થી ઉજવવામાં આવે છે, પણ જ્યારે વાત હોળી ધૂળેટી ની હોય તો આ તહેવાર જ રંગો નો છે. માટે અન્ય તમામ તહેવારો કરતાં હર્ષ અને આનંદ હોળી ધૂળેટી માં વધુ જોવા મળે છે.
હોળી એ હિન્દુ ધર્મનો એક પવિત્ર અને પ્રસિદ્ધ તહેવાર છે જે મોટા ભાગે પૂર્ણ ભારતવર્ષ માં અલગ અલગ સ્વરૂપે ઉજવવામાં આવે છે. તેને “પ્રેમનો તહેવાર”, “રંગોનો તહેવાર” અને “વસંતનો તહેવાર” તરીકે પણ ઓળખવામાં આવે છે. હોળી ને ભક્ત પ્રહ્લાદ ની હોળીકા દહન ની કથા અને ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા ના પ્રેમ ને માટે ઉજવવામાં આવે છે.
હોળી શા માટે ઉજવવામાં આવે છે?
આ તહેવાર એ અસત્ય પર સત્ય ના વિજય નો છે. ભાગવત પુરાણ અનુસાર હિરણ્યકશિપુ એ એક અસૂરો ના રાજા હતો. તેને એક પુત્ર સંતાન તરીકે પ્રહલાદ હતો. હિરણ્યકશિપુ ને ભગવાન પાસે થી વરદાન હતું કે તેને માણસ કે પ્રાણી, ન તો ઘરની અંદર કે ન બહાર, ન તો દિવસે કે ન રાત્રે, ન તો અસ્ત્ર દ્વારા કે ન તો કોઈ શસ્ત્ર દ્વારા, અને ન તો જમીન પર કે પાણી માં મારી શકે નહીં. આ વરદાન બાદ હિરણ્યકશિપુ ઘમંડી બની ગયો. ભગવાન ને માણતો ન હતો અને જો કોઈ તેના રાજ્ય માં ભગવાન ની પૂજા જરે તો તેને મૃત્યુ દંડ આપતો હતો.
તેનો પુત્ર પ્રહલાદ એ ભગવાન શિવ નો અનન્ય ભક્ત હતો. હિરણ્યકશિપુ દ્વારા પ્રહલાદ ની વિષ્ણુ ભક્તિ ને છોડાવવા માટે અનેક પ્રયત્ન કરવામાં આવ્યા હતા.
એક વાર હિરણ્યકશિપુ દ્વારા તેની બહેન હોલિકા ને ભક્ત પ્રહલાદ ને સળગાવવા માટે નું કાર્ય સોપાયું. હોળીકા ને વરદાન હતું કે તે કામળી ઓઢે એટલે તેને કોઈ પણ આગ સળગાવી શકે નહીં. ફાગણ માસ ની પૂનમ ના દિવસે હોળીકા પ્રહલાદ ને લઈ એક મોટી આગ માં બેસી, પરંતુ તેમાં હોળીકા નું દહન થયું અને ભક્ત પ્રહલાદ ની ભક્તિ ના કારણે ભગવાન વિષ્ણુ એ તેમની રક્ષા કરી.
આમ, આ દિવસે હોળીકા નું દહન થયું અને પ્રહલાદની ભક્તિ દ્વારા સત્ય નો વિજય થયો, તે દિવસ થી હોળીકા દહન કરી લોકો આ સત્ય અને ભક્તિ ના વિજય દિવસ ને હોળીકા દહન દ્વારા ઉજવે છે.
હોલિકા દહન 2022 તારીખ અને શુભ મૂહુર્ત ક્યારે છે?
અહી નીચે અમે આપની સાથે હોલિકા દહન માટે ની તારીખ અને શુભ મુહૂર્ત ની જાણકારી આપી છે, અહી આપવામાં આવેલ જાણકારી એ અમારી ધારણાઓ પર આધારિત છે. આપ વધુ સચોટતા માટે આપના નિષ્ણાંત ની સલાહ આવશ્ય લો.
હોલિકા દહન અને ધૂળેટી 2022 તારીખ
આ વર્ષે એટલે કે 2022 માં હોલિકા દહન નો કાર્યક્રમ 17મી માર્ચે કરવામાં આવશે, અને રંગો દ્વારા ધૂળેટી રમવા નો કાર્યક્રમ 18મી માર્ચે ઉજવવામાં આવશે. ધૂળેટી ના દિવસે લોકો રંગો અને ગુલાલ લગાવીને એકબીજાને શુભેચ્છા પાઠવતા હોય છે. હોળી પર શુભેચ્છા પાઠવવા માટેના સંદેશ માટે અહી ક્લિક કરો.
હોલિકા દહન 2022 તારીખ અને શુભ મૂહુર્ત
હિન્દુ શાસ્ત્ર અને પંચાંગ અનુસાર 2022 માં હોલિકા દહન માટેની તારીખ 17મી માર્ચ, ફાગણ સુદ પૂનમ ના દિવસે છે છે. હોલિકા દહન માટે પંચાંગ અનુસાર પ્રદોષ ના સમય ને પસંદ કરવામાં આવે છે. પરંતુ મુહૂર્ત સમયે ભદ્રા નો પડછાયો ના હોય તેનું ધ્યાન રાખવું જોઈએ. આ વર્ષે હોલિકા દહન માટે નો શુભ સમય(મુહૂર્ત) રાત્રે 09:06 થી 10:16 સુધીનો છે.
હોળાષ્ટકની સાચી તિથિ, સમય અને વર્જિત કામ
આ વર્ષે હોળાષ્ટક 2022 માં તરીખ 10 માર્ચ થી શરૂ થશે. શાસ્ત્રો અનુસાર ફાગણ મહિના ની સુદ પક્ષ ની આઠમી તિથી થી હોળાષ્ટક ની શરૂઆત થાય છે. હોળાષ્ટક 10મી માર્ચે સવારે 05:34 વાગ્યાથી શરૂ થશે. અને ફાગણ મહિનાની પૂનમ બાદ હોળાષ્ટક 17મી માર્ચે પૂર્ણ થશે. પરંતુ આપ કોઈ વિશેષ કારુ માટે જ્યોતિષ ની સલાહ લઈ શકો છો.
હોળાષ્ટક માં વર્જિત કામ:
હોળાષ્ટક એ અશુભ મુહૂર્ત માનવામાં આવે છે આથી તેમાં કેટલાક શુભ કાર્યો કરવામાં આવતા નથી, જેવાકે મુંડન, નામકરણ, ઉપનયન, સગાઈ, લગ્ન વગેરે સંસ્કાર અને ગૃહપ્રવેશ, નવું મકાન, વાહન વગેરેની ખરીદી
અહી અમે આપની સાથે હોળી ધૂળેટી 2022 ની જાણકારી આપની સાથે શેર કરી છે, અહી આપવામાં આવેલ જાણકારી પર આપણે કોઈ પ્રશ્ન હોય તો આપ નીચે આપેલ કમેંટ બોક્સ માં અમને પૂછી શકો છો.
The post હોળી-ધૂળેટી 2022 : હોળી કઈ તારીખે છે અને શુભ મુહૂર્ત ક્યારે છે? appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.
from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/VFBvgRt
via IFTTT
0 Comments