Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

Flax Seed Gujarati | What is called Flax Seed in Gujarati | Flax Seed Benefit in Gujarati

Flax Seed Gujarati: અહી અમે આપની સાથે ફ્લાક્ષ સીડ (Flax Seed Meaning in Gujarati) ને ગુજરાતી માં કયા નામે ઓળખવામાં આવે છે અને તેના ફાયદા શું છે તેની જાણકારી આપી છે.

Flax Seed Gujarati

શું તમે Flax Seed નો ગુજરાતી અર્થ જાણો છે કે તેને કયા નામે ઓળખવામાં આવે છે?, અહી અમે Flax Seed in Gujarati પર જાણકારી આપી છે જેમાં તેને ગુજરાતી માં કયા નામે ઓળખવામાં આવે છે સાથે તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે અને તેના ફાયદા શું છે. જો આપ પણ આ તમામ જાણકારી જાણવા માંગતા હોય તો આ લેખ ને પૂરો વાંચો.

What is Called Flax Seed in Gujarati?

Flax Seed ને ગુજરાતીમાં “અળસી” ના નામે ઓળખવા માં આવે છે. અળસી એ ઘેરા લાલ રંગ ના બીજ હોય છે. અહી નીચે અમે તેની તસવીર આપી છે જેથી તેને સમજવા માં સરળતા રહે.

Flax Seed in Gujarati | અળસી
Flax Seed in Gujarati

ઉપર આપેલ ઇમેજ થી આપને Falx Seed ને ગુજરાતી માં શું કહેવાય તે ઓળખવામાં મદદ મળશે. અળસી એ ખુબજ પોષકતત્વો વાળા અને ખાવા માં થોડા ક્રિસ્પિ હોય છે. ઘણા બધા રિસર્ચ માં એ જાણવા મળ્યું છે કે ફ્લાક્ષ સીડ એટલે કે અળસી એ ખુબજ પોષક તત્વો વાળા અને સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાયી છે. આથી અહી નીચે અમે આપની સાથે તેના કેટલાક લાભો વિશે જાણકારી આપી છે.

અળસી ના લાભ – The benefit of Flax Seed in Gujarati

તેમાં ખુબજ સારા પ્રમાણ માં પોષક તત્વો હોવાના કારણે તે આરોગ્ય માટે ખુબજ લાભદાયી છે. અહી નીચે આપેલ તેના લાભ એ ઘણા બધા રિસર્ચ માં પુરવાર થયેલા છે.

  • પોષક તત્વો થી ભરપૂર:: અળસી બે પ્રકાર ની જોવા મળે છે એક બ્રાઉન અને બીજી ગોલ્ડન જેવા રંગ ની હોય છે. બંને પ્રકાર ની અળસી એ સ્વાસ્થ્ય માટે સરખા પ્રમાણ માં લાભદાયી હોય છે. તેમાં સરખા પ્રમાણ માં પોષકતત્વો થી ભરપૂર હોય છે. (1Trusted Source).
  • ભરપૂર માત્રા માં ઓમેગા 3 ઍસિડ જે હૃદય માતે ખુબજ લાભકારી: અળસી માં મળતું ભરપૂર માત્રા માં ઓમેગા 3 ઍસિડ એ હૃદય સંબંધી રોગ માં ખુબજ લાભ આપે છે. આ એ પ્રકાર નું ઍસિડ છે જેને શરીર ઉત્પન્ન કરી શકતું નથી પરંતુ તે ભોજન માથી જ મેળવી શકાય છે. હાલ માં જ કરવામાં આવેલ 8500 થી વધારે લોકો પર ના રિસર્ચ માં સ્પષ્ટ રૂપે જોવા મળે છે કે Flax Seed(અળસી) નો ઉપયોગ કરવાથી તેમનામા કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઘટ્યું છે. (2Trusted Source).
  • કેન્સર માં ખુબજ લાભદાયી: અળસી માં ખુબજ મોટા પ્રમાણ માં  લિગ્નાન(lignans) હોય છે. અન્ય બીજ કે છોડ ના સાપેક્ષે તેમાં 700 થી 800 ગણું વધારે લિગ્નાન જોવા મળે છે. જે કેન્સર સામે સુરક્ષા કે લડવા માં ખુબજ મદદરૂપ બને છે. સ્ત્રીઓ માં પણ બ્રેસ્ટ કેન્સર માં અળસી ના ઉપયોગ થી ઘટાડો જોવા મળ્યો છે. (3Trusted Source).
  • ભરપૂર માત્રા :માં ફાઇબર: અળસી ની એક ચમચી માં આશરે 2 ગ્રામ થી પણ વધારે ફાઇબર જોવા મળે છે. એક વ્યક્તિ ને દિવસ દરમિયાન આશરે 35 થી 40 ગ્રામ ફાઇબર ની આવશ્યકતા હોય છે. રોજ એક ચમચી અળસી ખાવાથી દિવસની શરૂઆત માં જ તેની 5 થી 8 ટકા પૂરતી કરી શકાય છે. (4Trusted Source)
  • બ્લડ પ્રેશર ને ઘટાડવામાં મદદરૂપ:: બ્લડ પ્રેશર ને ઘટાડવા માટે અળસી એ ખુબજ મદદરૂપ બને છે. તેને જુદા જુદા પ્રકારે જેમ કે પાઉડર ક ઓઇલ ના સ્વરૂપે લેવાથી પણ ફાયદો થાય છે. વધારે બ્લડ પ્રેશર વાળા લોકો ને રોજ 4 ચમચી અળસી આપી એક રિસર્ચ કરવામાં આવ્યું જેમાં એ જાણવા મળ્યું કે તેમના વધારે બ્લડ પ્રેસર માં સારો અને સ્વસ્થ્ય ઘટાડો જોવા મળ્યો. (5Trusted Source)
  • ડાયાબિટીસ માં મદદરૂપ: તેના માટે 25 થી વધારે સ્ટડી કરવામાં આવું હતી જેમાં એ જાણવા મળ્યું કે અળસી એ ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ખુબજ લાભદાયી છે. તે શરીર માં શુગર કંટ્રોલ કરવામાં ખુબજ મદદરૂપ બને છે. (6Trusted Source)
  • વજન ઘટાડવા માં મદદરૂપ: ફ્લાક્ષ સીડ(Flax Seed) માં સોલ્યુબલ ફાઇબર હોવાના કારણે તેને ગ્રહણ કરવાથી ભૂખ ઓછી લાગે છે જે વજન ઘટાડવામાં મદદરૂપ બને છે. આ માટે 45 થી વધારે રિસર્ચ કરવામાં આવ્યા હતા. (7Trusted Source)

અળસી નો ઉપયોગ કેવી રીતે કરવો?

Falx Seed(અળસી) નો ઉપયોગ કરવો ખુબજ સરળ છે. તેને ઘણી બધી જુદી જુદી રીતે ઉપયોગ કરી શકાય છે. અહી અમે આપની સાથે તેના કેટલાક ઉદાહરણ આપ્યા છે કે અળસી નો ઉપયોગ કઈ કઈ રીતે કરી શકાય.

  • તેને પાઉડર સ્વરૂપે પાણી સાથે લઈ શકાય છે.
  • અળસી ના તેલ નો ઉપયોગ કરી ને પણ ભોજન કે સલાડ ને સ્વાસ્થ્ય વર્ધક બનાવી શકાય છે.
  • તેને દહી સાથે મેળવી ને પણ ખાઈ શકાય છે.
  • સૌથી શ્રેષ્ઠ એ છે કે તેને રોજ સવારે ભૂખ્યા પેટે એક કે બે ચમચી ખાવાથી સૌથી વધુ લાભ આપે છે.

અહી અમે આપની સાથે Flax Seed in Gujarati વિશે જાણકારી શેર કરી છે. અહી આપવામાં આવેલ જાણકારી વિશે કે Flax Seed વિશે અન્ય કોઈ પ્રશ્ન હોય તો આપ નીચે આપેલ કમેંટ બોક્સ માં અમને જણાવી શકો છો.

The post Flax Seed Gujarati | What is called Flax Seed in Gujarati | Flax Seed Benefit in Gujarati appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.



from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/PGz6kNj
via IFTTT

Post a Comment

0 Comments