Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

[IVF in Gujarati] IVF એટલે શું અને તે કોને ઉપયોગી બની શકે છે?

IVF in Gujarati: શું તમે IVF વિશે જાણો છો? જો આપણે IVF વિશે ગુજરાતીમાં તમામ જાણકારી જોઈતી હોય તો આ લેખ IVF in Gujarati પૂરો વાંચો. અહી અમે IVF વિશે ની તમામ મહત્વપૂર્ણ જાણકારી આપની સાથે શેર કરી છે.

IVF in Gujarati

IVF in Gujarati

દુનિયામાં દરેક સ્ત્રી જીવન માં માતા બનવાનું સુખ મેળવવા માંગતી હોય છે પરંતુ ઘણી વખત વિપરીત પરિસ્થિતિઓ ના કારણે તેઓ માતૃત્વ નું સુખ મેળવી શકતી નહોતી. વિજ્ઞાન દ્વારા મહદઅંશે આ સમસ્યા નું સમાધાન કરી નાખવામા આવ્યું તે પણ “IVF” દ્વારા. અહી અમે આપની સાથે IVF વિશે Gujarati માં જાણકારી આપની સાથે શેર કરી છે જેમાં આઇવીએફ શું છે? તે કેવી રીતે કરવામાં આવે છે તેની જાણકારી આપી છે.

What is IVF in Gujarati? – આઇવીએફ શું છે?

ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન(In vitro fertilization) ટ્રીટમેન્ટને આઇવીએફ(IVF) ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. પહેલા ટ્રીટમેન્ટ “ટેસ્ટ-ટ્યુબ બેબી” તરીકે જાણીતી હતી.

IVF પ્રક્રિયાનો સૌપ્રથમ ઉપયોગ 1978માં ઈંગ્લેન્ડમાં થયો હતો. IVF સારવારમાં પ્રયોગશાળામાં અમુક નિયંત્રિત પરિસ્થિતિઓમાં સ્ત્રીના ઇંડા અને પુરુષના શુક્રાણુઓને મિશ્રિત કરવામાં આવે છે. એકવાર ગર્ભની રચના થઈ જાય ત્યાર બાદ તે ગર્ભ ને સ્ત્રીના ગર્ભાશયમાં મૂકવામાં આવે છે.

તે એક જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા હોવા છતાં, તે સંતાન ઇચ્છુક માટે ખૂબ જ મદદરૂપ છે જેઓ લાંબા સમયથી ગર્ભાવસ્થાની તૈયારી કરી રહ્યાં છે અથવા કોઈ કારણસર તેઓ સંતાન સુખ નથી મેળવી શકતા.

આઇવીએફ ની શા માટે જરૂરત પડે છે ?

વંધ્યત્વ એ ખુબજ માનસિક પરેશાની આપનારું છે. અને તે ઘણા બધા કારણો થી હોય શકે છે. પરંતુ અહી અમે નીચે તેમાંના થોડાક કારણો આપની સાથે રજૂ કર્યા છે જેનું નિવારણ આઇવીએફ ની મદદ થી કરી શકાય છે.

  • શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવાના કિસ્સામાં
  • PCOD જેવી પરિસ્થિતિઓને કારણે ઓવ્યુલેશનમાં સમસ્યા
  • ફેલોપિયન ટ્યુબ સાથે સમસ્યાઓ
  • જો દંપતીમાંથી કોઈ એકની નસબંધી થઈ હોય
  • એન્ડોમેટ્રિઓસિસ
  • અન્ય પ્રજનન સારવાર નિષ્ફળ ગયા પછી

ઉપર દર્શાવેલ કારણો ના કારણે ઘણી વખત ડોક્ટર આપને આઇવીએફ ની જરૂરિયાત સૂચવતા હોય છે.

IVF કઈ રીતે કરવામાં આવે છે?

અહી નીચે અમે આપની સાથે આઇવીએફ કઈ રીતે કરવામાં આવે છે તેની સ્ટેપ બાય સ્ટેપ જાણકારી આપની સાથે આપી છે.

  • અંડાશયમાં ઉત્તેજના

    સૌ પ્રથમ ડોક્ટર અંડાશય માં ઉત્તેજના માટે જુદી જુદી દવાઓ આપને આપશે. આ ક્રિયા સિન્થેટીક હોર્મોન્સથી કરવામાં આવશે. ઉત્તેજના બાદ તેમાથી ઈંડા ક્યારે લઈ શકાય તે જાણવા માટે ડૉક્ટર અલ્ટ્રાસાઉન્ડ, રક્ત પરીક્ષણો કરે છે.

  • અંડાશયમાથી ઈંડા ને કાઢવાની પ્રક્રિયા

    પરીક્ષણો બાદ ડોક્ટર દ્વારા અંડાશયમાથી ઈંડા ને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરશે. આ ક્રિયા દરમિયાન યોનિ માર્ગ વડે પાતળી સોઈ નાખી ઈંડા ને કાઢવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન દર્દી ને બેભાન અવસ્થા માં રાખવામા આવે છે. એકઠા કરેલ ઈંડા ને ગરમ પાણી માં ઉકાળવામાં આવે છે અને તેમાથી પરિપક્વ ઈંડા ને શુક્રાણુ સાથે મિલન કરાવવા માટે તૈયાર કરવામાં આવે છે.

  • શુક્રાણુ લેવા

    પુરુષ પાર્ટનર ના વીર્ય માથી ડોક્ટર શુક્રાણુ ને અલગ કરે છે. આ માટે પુરુષ પાર્ટનર હસ્તમેથુન વડે કે પછી ટેસ્ટિક્યુલર એસ્પિરેશન પ્રોસેસ વડે પોતાનું વીર્ય ક્લિનિક માં આપે છે.

  • ગર્ભાધાન

    આ પ્રક્રિયા બે રીતે થઈ શકે છે. એ પારંપારિક રીતે અને બીજી ઇન્ટ્રાસાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન (ICSI) વડે. ડોક્ટર ને આ બંને માઠી જે પણ યોગ્ય લાગે તેનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયા માં શુક્રાણુ ને ઈંડા માં મિશ્રિત કરવામાં આવે છે.

  • ભ્રૂણનું ગર્ભ માં સ્થાનાંતર

    શુક્રાણુ મિશ્રિત ઈંડા ને ગર્ભ માં મૂકવામાં આવે છે જે ક્લિનિક માં કરવામાં આવે છે. સામન્ય રીતે ઈંડા લીધાના બે પાંચ દિવસ બાદ આ પ્રક્રિયા થાય છે. કેથેટર ના માધ્યમ થી ભ્રૂણ ને ગર્ભ માં રાખવામા આવે છે.

આ સંપૂર્ણ પ્રક્રિયા બાદ આપ સામન્ય રીતે તમામ કારી કરી શકો છો. પરંતુ ક્યારેક ક્યારે પેટ ફૂલવાનો અનુભવ, હળવા ખેંચાણ, કબજિયાતની સમસ્યા નો સામનો કરવો પડે છે. આ પ્રક્રિયા બાદ જો આપને ખુબજ દર્દ કે બીજી કોઈ સમસ્યા થાય તો આપે તરત જ આપના ડોક્ટર નો સંપર્ક કરવો જોઈએ. અમને આશા છે કે આપને આઇવીએફ(IVF in Gujarati) વિશે ખુબજ સુંદર જાણકારી મળી હશે. અહી આપવામાં આવેલ જાણકારી વિશે કોઈ પ્રશ્ન હોય તો નીચે આપવામાં આવેલ કમેંટ બોક્સ માં અમને પૂછી શકો છો.

The post [IVF in Gujarati] IVF એટલે શું અને તે કોને ઉપયોગી બની શકે છે? appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.



from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/wU9ZL8V
via IFTTT

Post a Comment

0 Comments