Jati no Dakhlo: અહી અમે જાતિના દાખલા માટે ડોકયુમેંટ – Jati no Dakhlo Document List અને તે કેવી રીતે કઢાવવો તેની જાણકારી આપી છે.
Jati no Dakhlo
વિદ્યાર્થીઑ થી લઈ દરેક વ્યક્તિ ને ઘણા સમયે વિભિન્ન દાખલાઓ ની આવશ્યકતા પડતી હોય છે. એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ ને કેટલાય પ્રકાર ના દાખલાઓ ની આવશ્યકતા પડતી હોય છે જેમ કે જાતિ નો દાખલો, જન્મ નો દાખલો, સ્કૂલ છોડ્યા નો દાખલો વગેરે…
અહી અમે આપની સાથે જાતિ નો દાખલો(Jati no Dakhlo) વિશે જાણકારી આપી છે જેમાં જાતિ નો દાખલો કેવી રીતે કઢાવવો, જાતિ ના દાખલા માટે જરૂરી ડોકયુમેંટ(Jati no Dakhlo Document List), જાતિ ના દાખલા ના ઉપયોગ વિશે મહત્વપૂર્ણ જાણકારી મળશે.
જાતિ નો દાખલો એટલે શું?(What is Jati no Dakhlo)
જાતિ નો દાખલો એ સરકાર દ્વારા આપવામાં આવતો એક દાખલો છે. આ દાખલો જે તે વ્યક્તિ ની જાતિ(જ્ઞાતિ) ને દર્શાવે છે. વિવિધ કેટેગરી પ્રમાણે આ દાખલાને આપવામાં આવે છે. વિદ્યાર્થીઑ ને આ દાખલા ની ખાસ જરૂર પડતી હોય છે.
ગુજરાત માં ઘણી સ્કૂલ એવી છે જે જાતિના દાખલા ની પ્રોસેસ ને જાતે જ કરી અને વિદ્યાર્થીઑ ને આપે છે. આ દાખલા ને કઢાવવા માટે વિવિધ ડોકયુમેંટ ની આવશ્યકતા હોય છે.
જાતિના દાખલા માટે ડોકયુમેંટ | Jati no Dakhlo Document List
કોઈ પણ દાખલો કઢાવવા માટે ની એક નિશ્ચિત પ્રક્રિયા હોય છે અને તેમાં કેટલાક ડોકયુમેંટ ની પણ આવશ્યકતા હોય છે. અહી નીચે અમે આપની સાથે જાતિના દાખલા માટે ડોકયુમેંટ( Jati no Dakhlo Document List) આપ્યું છે જે આપને દાખલો કઢાવતા સમયે અવશ્ય જરૂર પડશે.
- જે તે અરજદારની ઓળખના પુરાવા માટે આધારકાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સ ની ઝેરોક્ષ
- અરજદાર ના પોતાના બે પાસપોર્ટ સાઇઝ ના ફોટા
- અરજદાર નું પોતાનું શાળા છોડયાનું પ્રમાણપત્ર(Leaving Certificate)
- અરજદાર ના વાલી ના પુરાવા રૂપે પિતાના આધાર કાર્ડ ની ઝેરોક્ષ
- અરજદાર ની જ્ઞાતિના પુરાવા રૂપે પિતા, કાકા, દાદા, કે ફોઇ માં થી કોઈ પણ એક વ્યક્તિ નું શાળા છોડયાનું પ્રમાણપત્ર
- રહેઠાણ ના પુરાવા રૂપે લાઇટબિલ, વેરાબીલ, ભાડા કરાર કે રાશનકાર્ડ માઠી કોઈ પણ એક ની ઝેરોક્ષ
અહી ઉપર આપવામાં આવેલ તમામ ડોકયુમેંટ ને અસલ અને તેની ઝેરોક્ષ ને ફોર્મ ભરતી વખતે સાથે રાખવી. તમામ ઝેરોક્ષ પર ટ્રૂ કોપી(True Copy) ના સિક્કા લગાવવા કે અટેસ્ટેડ કોપી કરવી.
જાતિ નો દાખલો કઢાવવાની પ્રક્રિયા
ગુજરાત માં જાતિ નો દાખલો ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને રીતે કઢાવી શકાય છે. અહી અમે બંને રીત વિશે ની જાણકારી આપની સાથે શેર કરી છે.
જાતિ નો દાખલો ઓફલાઇન કઢાવવા માટે ની પ્રક્રિયા
ઓફલાઇન પ્રક્રિયા થી જાતિનો દાખલો કઢાવવા માટે ઉપર જણાવવામાં આવેલ તમામ ડોકયુમેંટ ની જેરોક્ષ સાથે આપની જ્ઞાતિ સંબંધિત ફોર્મ ની પણ આવશ્યકતા પડશે. અહી નીચે આપવામાં આવેલ લિન્ક પરથી આપ યોગ્ય ફોર્મ ની ડાઉનલોડ કરી શકો છો.
અહી થી ડાઉનલોડ કરવામાં આવેલ ફોર્મ ને સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે ભરી નજીક ની સામાજિક કલ્યાણ વિભાગ ની કચેરી એ તેને જમા કરવવામાં આવે છે. ત્યાર બાદ બે થી ત્રણ દિવસ માં ત્યાથી આપને જાતિ નો દાખલો મળશે.
જાતિ નો દાખલો ઓનલાઇન કઢાવવા માટે ની પ્રક્રિયા
ગુયારત સરકાર દ્વાર હવે 100 થી વધારે સેવાઓ ને ડિજિટલ કરવામાં આવી છે જેમાં જાતિ નો દાખલો ઓનલાઇન કઢાવી શકાય છે. અહી અમે આપની સાથે તેની સ્ટેપ બાય સ્ટેપ જાણકારી આપી છે, જેની મદદ થી આપ જાતિ નો દાખલો ઓનલાઇન કઢાવી શકો છો.
- ઓનલાઇન Jati no Dakhlo કઢાવવા માટે digilocker.gov.in પર આપના ઉપર આપવામાં આવેલ તમામ ડોકયુમેંટ હોવા જરૂરી છે.
- સૌ પ્રથમ ગુજરાત સરકાર ની “Digital Gujarat” વેબસાઇટ પર જાઓ. અહી આપ 100 થી પણ વધારે ડિજિટલ સર્વિસ નો લાભ લઈ શકો છો.
- ત્યાં આપ જે પણ ડોકયુમેંટ કે દાખલો કઢાવવા માંગતા હોય તેના પર ક્લિક કરો.
- જો આપ આ વેબસાઇટ પર પ્રથમ વખત આવ્યા છો અને ક્યારેય રજિસ્ટ્રેશન ના કારયું હોય તો આપના મોબાઇલ નંબર અને આધારકાર્ડ દ્વારા રજિસ્ટ્રેશન કરો.
- ત્યાર બાદ આપ જે પણ ભાષા માં ડોકયુમેંટ કઢાવવા માંગતા હોય તેને પસંદ કરો.
- ત્યાર બાદ જરૂરી વિગતો ભરો અને ડોકયુમેંટ ને અપલોડ કરો.
- 20 Rs ફી ઓનલાઇન ભર્યા બાદ આપ જાતિ નો દાખલો ડાઉનલોડ કરી શકશો.
જાતિ ના દાખલા ના લાભ તથા ઉપયોગો
જાતિ નો દાખલો એ ખુબજ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે. વિવિધ સરકારી અને બંધારણીય લાભો માટે જાતિના દાખલા ની આવશ્યકતા હોય છે. જેંક કેટલીક જગ્યાઓ પર પ્રવેશ કે નૌકરી માટે વિવિધ જ્ઞાતિ ને એક સ્પેશિયલ રિજર્વેશન આપવામાં આવ્યું છે. આ રિજર્વેશન નો લાભ લેવા માટે જાતિ ના દાખલા ની આવશ્યકતા પડે છે.
આ સિવાય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી સ્કૉલરશિપ યોજનાઓ પણ ચલાવવામાં આવતી હોય છે. તેમાં કેટલીક યોજનાઓમાં વિવિધ જ્ઞાતિ ના લોકો ને સ્પેશિયલ લાભ આપવામાં આવતો હોય છે. આ લાભ પ્રાપ્ત કરવા માટે પણ Jati no Dakhlo જરૂરી છે.
FAQ – જાતિનો દાખલો
જાતિનો દાખલો ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને ઇટે મેળવી શકાય છે. ઓનલાઇન મેળવવા માટે ડિજિટલ ગુજરાત ની વેબ્સિતે પર ફોર્મ ભરવું પડે છે જ્યારે ઓફલાઇન મેળવવા માટે સમાજ કલ્યાણ કચેરી એ ફોર્મ ભરવું પડે છે.
જાતિનો દાખલો એ એક સાડા પ્રમાણપત્ર સમાન હોય છે જેમાં જે તે વ્યક્તિ નું નામ સરનામું અને જ્ઞાતિ વિશે ની જાણકારી લખવામાં આવેલી હોય છે.
SEBC/OBC માટે જાતિના દાખલા નું ફોર્મ એ ઉપર આપની સાથે PDF સ્વરૂપ માં આપવામાં આવેલું છે. અહી આપવામાં આવેલ ફોર્મ ની પ્રિન્ટ કરાવી તેનો ઉપયોગ કરી શકો છો.
SC/ST માટે જાતિના દાખલા નું ફોર્મ એ ઉપર આપની સાથે PDF સ્વરૂપ માં આપવામાં આવેલું છે. અહી આપવામાં આવેલ ફોર્મ ની પ્રિન્ટ કરાવી તેનો ઉપયોગ કરી શકો છો.
જાતિનો દાખલો Online કઢાવવા માટે 20 રૂપીયા ફી ભરવી પડે છે. આ ફી ને ઓનલાઇન પેમેંટ કરવાની હોય છે. અમુક સંજોગો માં પેમેંટ માં કોઈ એરર આવતા સાત દિવસ માં આપની ફી પાછી મળશે.
The post Jati no Dakhlo | જાતિના દાખલા માટે ડોકયુમેંટ | Jati no Dakhlo Document List appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.
from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/qTjvehs
via IFTTT
0 Comments