Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

Mahavir Jayanti Quotes in Gujarati | મહાવીર જયંતિ 2022 શુભેચ્છા સંદેશ

Mahavir Jayanti Quotes and Wishes in Gujarati: અહી મહાવીર સ્વામી ના સુવિચારો- Mahavir Jayanti Gujarati Quotes, Wishes, SMS આપ્યા છે.

Mahavir Jayanti Quotes

ભગવાન મહાવીર જેમને જૈન ધર્મ ના 24 માં તીર્થંકર માનવામાં આવે છે. મહાવીર જયંતિ 2022 માં 14 એપ્રિલ 2022 ના રોજ ઉજવવામાં આવશે. જૈન ધર્મ માં માનવા વાળા લોકો માટે આ ખાસ તહેવાર છે. સૌ પ્રથમ આપણે થોડું મહાવીર સ્વામી વિશે જાણીએ.

છટ્ઠી શતાબ્દી ની શરૂઆત માં બિહાર ના એક રોયલ જૈન પરિવાર માં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા નું નામ સિદ્ધાર્થ હતું જ્યારે માતા નું નામ ત્રીશલા હતું. મહાવીર સ્વામી એ માત્ર 30 વર્ષ ની ઉમરે સાંસારિક જીવન નો ત્યાગ કર્યો હતો. ત્યાર બાદ ખુબજ તપ કરવાથી તેમને કેવલ જ્ઞાન ની પ્રાપ્તિ થયી હતી. તેઓ એ જીવો અને જીવવાદો નો સંદેશ સમગ્ર વિશ્વ ને આપ્યો હતો.

મહાવીર ભગવાન ને અન્ય નામ “વીરા, અતિવિરા, વર્ધમાન, સંમતિ, નયપૂત્તા, કશ્યપ, કેવલ” જેવા નામો થી પણ ઓળખવામાં આવે છે. મહાવીર જયંતિ ને ચૈત્ર મહિનાની 13 ના દિવસે મનાવવામાં આવે છે.

Mahavir Jayanti Quotes and Wishes in Gujarati

“આત્માની સૌથી મોટી ભૂલ, સ્વયં ને ના જાણવામાં છે અને આનો ઈલાજ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને જ થઈ શકે છે”
મહાવીર જયંતિ ની શુભેચ્છાઓ
“ભગવાન અલગથી અસ્તિત્વમાં નથી, દરેક વ્યક્તિ સાચી દિશામાં પરમ પ્રયાસ કરીને દેવત્વ પ્રાપ્ત કરી શકે છે.”
મહાવીર જયંતિ ની શુભકામનાઓ
બધા માણસો પોતાની ભૂલને લીધે દુઃખી હોય છે,
અને તેઓ પોતાની ભૂલ સુધારીને ખુશ થઈ શકે છે
“મહાવીર જેનું નામ છે,
અહિંસા જેનું સૂત્ર છે,
આવા ત્રિશલા નંદનને,
લાખ લાખ વંદન “
મહાવીર જયંતિની શુભકામનાઓ
“જેનું નામ મહાવીર છે;
પાલીતાણા જેનું ધામ;
જેનું સૂત્ર અહિંસા છે;
આવા ત્રિશલા નંદનને,
લાખ લાખ વંદન”
મહાવીર જયંતિની શુભકામનાઓ!
Mahavir Jayanti Quotes Wishes and Status in Gujarati
“લાખો દુશ્મનો પર વિજય મેળવવા કરતાં તમારી જાત પર વિજય મેળવવો શ્રેષ્ઠ છે.”
સત્ય, અહિંસા આપણો ધર્મ છે;
નવકાર એ આપણું ગૌરવ છે;
મહાવીર જેવા ભગવાન મળ્યા;
જૈન એ આપણી ઓળખ છે.
મહાવીર જયંતિની શુભકામનાઓ!
અરિહંતનું અવતરણ;
સિદ્ધોનો સાર;
આચાર્યઓના પાઠ;
સાધુઓ નો સાથ;
અહિંસાનો પ્રચાર.
આપને મહાવીર જયંતિની શુભકામનાઓ.
ભગવાન મહાવીર તમને પુષ્કળ આશીર્વાદ આપે અને તમારા જીવનને સત્ય, અહિંસા અને કરુણાના ગુણથી ભરી દે!
મહાવીર જયંતિની શુભકામનાઓ!
સત્ય, જ્ઞાન અને અહિંસાનો માર્ગ અપનાવો.
મહાવીર જયંતિની શુભકામનાઓ!

Mahavir Jayanti 2022 Images

અહી અમે આપની સાથે ભગવાન મહાવીર જયંતિ ના પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી શકાય તે માટે Mahavir Jayanti Gujarati Quotes, Wishes, SMS આપ્યા છે. અહી સાથે Mahavir Jayanti Gujarati Quotes, Wishes, SMS સાથે Image પણ આપવામાં આવ્યા છે અહી આપવામાં આવેલ ઇમેજ ને આપ ડાઉનલોડ કરી અન્ય લોકો સાથે શેર કરી શુભેચ્છાઓ પાઠવી શકો છો.

The post Mahavir Jayanti Quotes in Gujarati | મહાવીર જયંતિ 2022 શુભેચ્છા સંદેશ appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.



from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/0wfzHOW
via IFTTT

Post a Comment

0 Comments