Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

Gujarati Nibandh: Republic Day | પ્રજાસત્તાક દિવસ પર નિબંધ

Republic Day Essay in Gujarati: અહી અમે આપની સાથે પ્રજાસત્તાક દિવસ(ગણતંત્ર દિવસ) એટલે કે 26 મી જાન્યુઆરી પર ગુજરાતી માં નિબંધ શેર કર્યો છે. અહી આપવામાં આવેલ નિબંધ એ માત્ર જાણકારી માટે ઉપલબ્ધ છે. અહી આપવામાં આવેલ જાણકારી ને વ્યવસ્થિત રીતે આપ નિબંધ સ્વરૂપ માં પરીક્ષા માં લખી શકશો.

ઘણી બધી પરીક્ષાઓ અને ખાસ કરી ને દ્વિતીય પરીક્ષા માટે પ્રજાસત્તાક દિવસ નો નિબંધ ખુબજ મહત્વપૂર્ણ હોય છે. અવાર નવાર માધ્યમિક પરીક્ષા માં આ પ્રકાર ના નિબંધ પુછવામાં આવતા હોય છે.

Republic Day Essay in Gujarati

આપણો ભારત દેશ ખુબજ લાંબા સમય સુધી અંગ્રેજો ના શાસન નીચે ગુલામ રહ્યો. આ સમય દરમિયાન ભારત માં વસતા લોકો બ્રિટિશો દ્વારા બનાવવામાં આવેલા નિયમો અને કાનુનો નું પાલન કરતાં હતા. ભારત ના સ્વતંત્ર સેનાનિયો વડે ખુબજ લાંબા સમય ના સઘર્ષ બાદ ભારત ને 15 ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ કરાવ્યો. આઝાદી મળ્યા ના લગભગ અઢી વર્ષ બાદ ભારત માં પોતાનું સવિધાન લાગુ કરવામાં આવ્યું હતું.

26 જાન્યુઆરી 1950 ના દિવસે આપણી સંસદ દ્વારા “સંવિધાન” ને બહુમતી દ્વારા પ્રસાર કરી અમલ માં મૂકવામાં આવ્યું હતું. બંધારણ લાગુ થતાં જ ભારત લોકતાંત્રિક દેશ બન્યો, આથી દર વર્ષે 26 જાન્યુઆરી ને પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખવામાં આવે છે.

ભારત માં વાસી રહેલા લોકો કે ભારત ના નાગરિકો કે વિદેશ માં રહે છે તેમના માટે ભારતનો પ્રજાસત્તાક દિવસ ઉજવવો એ ઍક સન્માન ની વાત છે. આ દિવસ નું મહત્વ અનેરું છે જેમાં અવનવા લોક કાર્યક્રમો દ્વારા વિવિધ ઠેકાણે તેની ઉજવણી કરવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી રાષ્ટ્રીય સ્તરે પણ કરવામાં આવે છે. આ ઉજવણી માટે દેશ ના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ દ્વારા વિવિધ સ્થાને ધ્વજ ફરકાવવામાં આવે છે સાથે, દેશ ની સેના દ્વારા પરેડ પણ યોજવામાં આવે છે. તે દિવસે વિવિધ રાજ્યો ના દ્વારા તૈયાર કરેલી સાંસ્કૃતિ ઝાંખી ને પણ રજૂ કરવામાં આવે છે. કાર્યક્રમ ના અંતે પુરસ્કાર વિતરણ પણ કરવામાં આવે છે અને “જાણ ગણ મન ” દ્વારા સંપૂર્ણ વાતાવરણ ગુંજી ઊઠે છે.

આ કાર્યક્રમ ને મનાવવા માટે સ્કૂલ અને કોલેજ ના વિદ્યાર્થી ખુબજ ઉત્સાહી હોય છે. આ માટે વિદ્યાર્થી દ્વારા એક મહિના અગાઉથી જ તૈયારી શરૂ કરતાં હોય છે. આ દિવસે વિવિધ ક્ષેત્રો માં ઉચ્ચ કક્ષા નું પ્રદર્શન બતાવનાર વિદ્યાર્થી ને પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવતા હોય છે.

રાષ્ટ્રીય એકતાનો આ પર્વ દેશ ના તમામ લોકો ને એક બીજા સાથે ભાઈચારા થી રહેવા માટેનો સંદેશ આપે છે.

અહી અમે આપની સાથે પ્રજાસત્તાક દિવસ ઉપર ખુબજ સુંદર જાણકારી અને નિબંધ આપ્યો છે. અહી આપવામાં આવેલો Gujarati Nibandh: Republic Day | પ્રજાસત્તાક દિવસ પર નિબંધ પરીક્ષા માં વધુ માર્ક્સ અપાવવામાં ખુબજ મદદરૂપ થશે. અન્ય નિબંધ વાંચવા માટે નીચે માથી પસંદગી કરો.

અન્ય વિષયો પર ગુજરાતી નિબંધ

રાષ્ટ્રીય તહેવારો પર નિબંધ(National festival Nibandh) ભારત સંબંધિત જુદા જુદા નિબંધ(Gujarati Nibandh on India)
મહિલાઓ પર જુદા-જુદા નિબંધ વિજ્ઞાન અને ટેક્નોલોજી પર નિબંધ(Gujarati Essay on Science and Technology)
પર્યાવરણ સંબંધિત નિબંધ(Environment Essay in Gujarati) શિક્ષા પર નિબંધ(Essay on Education in Gujarati)
પ્રિય વસ્તુ પર નિબંધ(Favourite Essay in Gujarati) સામાજિક મુદ્દાઓ પર નિબંધ(Essay on Social issue)
મહાન વ્યક્તિઓ પર નિબંધ(Gujarati Essay on Famous People) Festival Essay in Gujarati | તહેવારો પર નિબંધ

The post Gujarati Nibandh: Republic Day | પ્રજાસત્તાક દિવસ પર નિબંધ appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.



from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/35bQFQU
via IFTTT

Post a Comment

0 Comments