Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

Mahatma Gandhi Quotes in Gujarati | મહાત્મા ગાંધી ના સુવિચાર

Mahatma Gandhi Quotes in Gujarati: મહાત્મા ગાંધી(મોહનદાસ કરમચંદ ગાંધી) જે ભારત ના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે તેમનો જન્મ 2જી ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાત ના પોરબંદર માં થયો હતો. તેમના પિતા એટલે કે કરમચંદ ગાંધી પોરબંદર ના દીવાન હતા. ગાંધીજી એ પ્રાથમિક શિક્ષણ પોરબંદર માથી પ્રાપ્ત કર્યા બાદ આગળ ના અભ્યાસ માટે રાજકોટ ની સાર અલ્ફ્રેડ કોલેજ માં એડ્મિશન લીધું હતું.

તેઓ પોતાની લો ની ડિગ્રી માટે લંડન અભ્યાસાર્થે ગયા હતા. ત્યાથી કાયદા નું શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ આફ્રિકા શેઠ અબ્દુલા ના ભત્રીજા નો કેસ લડવા ગયા હતા. ત્યાં તેઓ 21 વર્ષ સુધી અને ગોરા તથા કાળા વચ્ચે નો ભેદ દૂર કરવા અને અશ્વેત લોકો ને ન્યાય આપાવવા માટે આંદોલન કર્યું હતું.

1915 માં આફ્રિકા થી પાછા આવ્યા બાદ ભારત ને અંગ્રેજોએ થી મુક્ત કરાવવા માટે આંદોલનો ની શરૂઆત કરી હતી. ધીમે ધીમે તેઓ લોકો વચ્ચે પ્રસિદ્ધ થતાં ગયા અને ભારતના લોકો એ તેમના નેતૃત્વ નીચે આઝાદી પ્રાપ્ત કરી હતી. ભારત ને અંગ્રેજો થી આઝાદી અપાવવામાં મહત્વનો ફાળો હોવાથી તેમણે રાષ્ટ્રપિતા નું બિરુદ પ્રાપ્ત થયું હતું.

તેઓ એક આદર્શ વિચારધારા સાથે ચાલતા હતા. તેમના ઘણા અનુયાયી આજ પણ તેમના આદર્શ પર ગાંધીવાદી જીવન જીવી રહ્યા છે. અહી અમે આપની સાથે ગાંધીજી એ તેમના અનુભવો ના આધારે જે સુવાક્યો/સુવિચારો(Mahatma Gandhi Quotes in Gujarati) કહ્યા છે તેને શેર કર્યા છે.

Mahatma Gandhi Quotes in Gujarati |
મહાત્મા ગાંધીજી ના સુવિચારો

આત્મા ના અવાજ પ્રમાણે જીવન જીવવાથી કિર્તિ પ્રાપ્ત થાય છે.

જેમના માં નમ્રતા નથી તેઓ વિદ્યા નો સદુપયોગ નથી કરી શકતા. 

ઈશ્વર એ નિરાકાર છે આથી તેના દર્શન એ આંખ થી નહીં પરંતુ શ્રદ્ધા થી થાય છે.
-ગાંધીજી ના સુવિચારો

અહિંસા નો અર્થ એ છે કે ઈશ્વર પર ભરોસો રાખવો. 

શારીરિક ક્ષમતા થી બળ ની પ્રાપ્તિ થતી નથી. તે તો અદમ્ય ઇચ્છાશક્તિ થી પ્રાપ્ત થાય છે.
-Mahatma Gandhi Quotes in Gujarati

હું કોઈ કામ પ્રાર્થના વગર કરતો જ નથી. જેમ શરીર ને ભોજન અનિવાર્ય છે તેમ આત્મા ને માટે પ્રાર્થના અનિવાર્ય છે.

જેઓ પોતે કાઇ કરી શકતા નથી તેઓ બીજાની નિંદા કરે છે.
-ગાંધીજી ના સુવિચારો

ચારિત્ર્ય શુદ્ધિ એ સમગ્ર જ્ઞાન પ્રાપ્તિ નું ધ્યેય હોવું જોઈએ. 

ક્રોધ ને જીતવામાં મૌન જેવુ બીજું કોઈ સહાયક નથી.
-Mahatma Gandhi Quotes in Gujarati

તમે જગત માં ભલાઈ ના કરી શકો તો કાઇ નહીં પરંતુ બુરાઈ તો ફેલાવશો નહીં.

જો તમે વિશ્વ માં પરીવર્તન જોવા માંગતા હોય તો એ પરીવર્તન ની શરૂઆત તમારા થી થવી જોઈએ
-ગાંધીજી ના સુવિચારો

જીવો એમ કે કાલે મારી જવાનું ય અને શીખો એવિ રીતે કે કાયમ જીવવાનું હોય 

પહેલા તેઓ તમને અવગણશે, પછી તેઓ તમને જોઈને હસે, પછી તેઓ તમારી સાથે લડશે, પછી તમે જીતશો.
-Mahatma Gandhi Quotes in Gujarati

આરોગ્ય જ સૌથી મોટું સુખ છે સોનું કે ચાંદી નહીં 

દુર્બળ એ ક્યારેય માફ નથી કરી શકતા. માફી એ શક્તિશાળી નું શસ્ત્ર છે.
-ગાંધીજી ના સુવિચારો

રાષ્ટ્ર ની મહાનતા એ તે દેશના પ્રાણીઓ સાથે થતાં વર્તન થી નક્કી કરી શકાય છે. 

સંતોષ એ પ્રયત્નમાં રહેલો છે, પ્રાપ્તિમાં નથી, સંપૂર્ણ પ્રયત્નો એ સંપૂર્ણ વિજય છે.
-Mahatma Gandhi Quotes in Gujarati

તમે મને કેદ કરી શકો છે. તમે મને ત્રાસ આપી શકો છો. તમે મને મારી શકો છો પરંતુ તમે ક્યારેય મારા મન ને બાંધી શકતા નથી.

બધા ધર્મોનો સાર એક છે. ફક્ત તેમના અભિગમો અલગ છે.

સ્ત્રીનું અસલ આભૂષણ એ તેનું ચરિત્ર છે, તેણીની શુદ્ધતા છે.

હું વિશ્વના તમામ મહાન ધર્મોના મૂળભૂત સત્યમાં વિશ્વાસ કરું છું.
-Mahatma Gandhi Quotes in Gujarati

આધ્યાત્મિક સંબંધ શારીરિક કરતાં ઘણા કિંમતી છે. આધ્યાત્મિક વગરના શારીરિક સંબંધ એ આત્મા વિનાના શરીર સમાન છે.

કોઈ વસ્તુમાં વિશ્વાસ કરવો, અને તેને જીવવું નહીં, તે અપ્રમાણિક છે.

હું પત્રકારો અને ફોટોગ્રાફરો સિવાય દરેકની સમાનતામાં વિશ્વાસ કરું છું.
-ગાંધીજી ના સુવિચારો

મારું જીવન મારો સંદેશ છે.

સારો માણસ એ બધા જીવોનો મિત્ર છે.
-Mahatma Gandhi Quotes in Gujarati

અહી અમે આપની સાથે ગાંધીજી ના જીવન ના મહત્વપૂર્ણ સુવિચારો ગુજરાતી માં (Mahatma Gandhi Quotes in Gujarati) શેર કર્યા છે. જો આપને અહી આપેલ સુવિચારો પસંદ આવ્યા હોય તો અન્ય લોકો સાથે શેર કરવા વિનંતી.

The post Mahatma Gandhi Quotes in Gujarati | મહાત્મા ગાંધી ના સુવિચાર appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.



from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/3IL8i8W
via IFTTT

Post a Comment

0 Comments